બાળકોને ચોકલેટ આપતા વાલીઓ સાવધાન ! મમ્મીએ 6 વર્ષની દીકરીને ચોકલેટ આપીને અને લાડલી મૃત્યુ પામી

માં-બાપ ચેતી જજો: ચોકલેટને લીધે ફૂલ જેવી 6 વર્ષની બાળકીનું થયું દર્દનાક મૃત્યુ, આ ભૂલ તમે ન કરતા

બાળકો જયારે રડતા હોય છે ત્યારે તેમને શાંત કરાવવા માટે વાલીઓ તેમને ચોકલેટ આપે છે અને બાળકોને પણ ચોકલેટ ખુબ જ પસંદ હોવાના કારણે તે ચોકલેટ જોઈને રડતા પણ બંધ થઇ જાય છે. ઘણીવાર બાળક કોઈ જીદ કરે કે સ્કૂલે ના જાય તો પણ તેને ચોકલેટ આપીને મનાવવામાં આવે છે, પરંતુ હાલ જે ઘટના સામે આવી છે તે ખતરાની ઘંટડી સમાન છે, જેમાં ચોકલેટના કારણે એક બાળકીનું મોત થઇ ગયું.

બુધવારે કર્ણાટકમાં ઉડુપી જિલ્લાના બાંદુર શહેર નજીક બિજુર ગામમાં 6 વર્ષની બાળકીનું ચોકલેટ ગળી જવાથી મોત થયું હતું. મૃતક વિદ્યાર્થીની ઓળખ સામન્વી તરીકે થઈ છે, જે વિવેકાનંદ ઈંગ્લિશ મીડિયમ સ્કૂલની ધોરણ 1ની વિદ્યાર્થીની છે. પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટના ત્યારે બની જ્યારે બાળકી તેના ઘર પાસે સ્કૂલ બસમાં બેસી રહી હતી. સામન્વી બુધવારે શાળાએ જવા માટે તૈયાર ન હતી પરંતુ તેના માતા-પિતા અને પરિવારના સભ્યોએ તેને શાળાએ જવા સમજાવી હતી. તેની માતા સુપ્રિતા પૂજારીએ તેને મનાવવા માટે ચોકલેટ આપી હતી.

(પ્રતીકાત્મક તસવીર)

પોલીસે જણાવ્યું કે સ્કૂલ વાનને નજીક આવતી જોઈને છોકરીએ ઉતાવળમાં રેપર સાથે ચોકલેટ મોઢામાં નાખી દીધી. છોકરીએ રેપર સાથે ચોકલેટ ગળી લીધી અને તે સ્કૂલ બસના દરવાજા પાસે બેભાન થઈને પડી ગઈ. પરિવારજનો, મિત્રો અને સ્કૂલ બસના ડ્રાઈવરે તેને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાવી. પરંતુ તબીબોએ તેને મૃત જાહેર કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો.

(પ્રતીકાત્મક તસવીર)

પોલીસનું કહેવું છે કે મૃત્યુનું સાચું કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ જાણી શકાશે. શાળા પ્રશાસને શાળામાં રજા જાહેર કરી છે. બંદુર પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ બિહારના ખાગરિયામાંથી એક આવો જ ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક પાંચ વર્ષના બાળકે પાવર વધારવા માટેની ચાર ગોળીઓ ખાધી હતી.

(પ્રતીકાત્મક તસવીર)

બાળકે ચોકલેટ સમજીને આ ગોળીઓ ખાધી હતી, ત્યાર બાદ તે રમવા લાગ્યો હતો. થોડા સમય પછી તેની તબિયત બગડવા લાગી. બાળકને ચક્કર આવવા લાગ્યા અને તરફડીયા મારવા લાગ્યો. હાલત જોઈને માતા-પિતા તેને હોસ્પિટલ લઈ ગયા, જ્યાં તેણે આખી વાત જણાવી. તબીબે સમજી-વિચારીને બાળકની સારવાર કરી, ત્યારબાદ બાળક સ્વસ્થ થઈ ગયું.

Niraj Patel