વડોદરામાં 8 વર્ષની બાળકીએ કહ્યું, ‘યુરીન લાલ, ભૂરા, પીળા રંગનું આવે છે; હકીકત સામે આવી તો બધા સુન્ન થઈ ગયા

ઘણીવાર માતા-પિતા તેમના એક કરતા વધુ બાળકો હોય તો તેમાંથી કોઇને ઓછો તો કોઇને વધારે પ્રેમ કરે છે. આમ કરવાને કારણે કોઇ બાળકના મનમાં એવી માનસિકતા ઘર કરી જાય છે કે માતા-પિતા તેને ઓછો અને તેની બહેન કે ભાઇને વધારે પ્રેમ કરે છે. આના લીધે ઘણા બાળકો એવું પગલુ ભરતા હોય છે કે કોઇ પણ વિશ્વાસ ન કરી શકે. હાલમાં વડોદરામાંથી આવો જ કિસ્સો સામે આવ્યો.

માતા-પિતા પોતાની આઠ વર્ષની બાળકીને સારવાર માટે લઈને સયાજી હોસ્પિટલમાં આવ્યા. તેમની ફરિયાદ હતી કે બાળકીના પેશાબનો રંગ અલગ અલગ હોય છે.તેને દાખલ કરી તેની સારવાર શરૂ કરવામાં આવી અને સમસ્યાનું કારણ જાણવા માટે યુરીન ટેસ્ટ, સોનોગ્રાફી સહિત અનેક ટેસ્ટ પણ કરવામાં આવ્યા. પરંતુ તેના બધા ટેસ્ટ નોર્મલ આવ્યા અને તેને કારણે ડોક્ટર્સ પણ મૂંઝવણમાં મૂકાઈ ગયા. (તમામ તસવીરો પ્રતિકાત્મક છે)

જણાવી દઇએ કે, આ બાળકીને કોઇ સમસ્યા ન હતી પરંતુ તેણે એવી માનસિકતા રાખી કે તેની બહેનને તેના માતા-પિતા વધુ પ્રેમ કરે છે અને તેણે માતા-પિતાનો પ્રેમ મેળવવા એવી તરકીબ અજમાવી કે ડોક્ટર્સ પણ ગોથા ખાઇ ગયા.આ બાળકીએ માતા-પિતાનો પ્રેમ મેળવવા માટે પોતાના યુરીનમાં વોટર કલર ભેળવી માતા-પિતાને ફરિયાદ કરતા અશિક્ષીત માતા-પિતા ચોંકી ઉઠ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, આ બાળકી મોટી છે,

તેને નાની બહેન છે. છેલ્લા ઘણા સમયથી બાળકી ફરિયાદ કરતી કે તેને કાળા, પીળા અને લીલા રંગનો પેશાબ થાય છે. આ બાબતને પગલે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી અને તેના યુરીનના સેમ્પલ પણ લેવામાં આવ્યા, જે અલગ અલગ રંગના હતા. ડોક્ટર પર વિચારતા કે આખરે આ સમસ્યાની કેમની સારવાર કરવામાં આવે. ડોક્ટરે જ્યારે તેની સાથે વાતચીત કરી તો વાતો પરથી ડોક્ટર સમજી ગયા કે તેના મનમાં એક વહેમ છે કે તેના માતા-પિતા નાની બે બહેનોની વધારે કાળજી કરે છે. બાળકીની સમસ્યા

અને તેની આ ફરિયાદની કડી ત્યારે જોડાઈ જ્યારે તેની સાથે લાવેલી બેગ ચેક કરવામાં આવી.આ બેગમાં હતા વોટર કલર. જે બાદ ડોક્ટરને પૂરી વાત સમજવામાં આવી. આ બાળકી માતા પિતાનું ધ્યાન ખેંચવા અને પ્રેમ મેળવવા માટે વોટર કલરનો ઉપયોગ કરતી અને તેના કારણે પેશાબ રંગબેરંગી થઇ જતો. સાવલીના એક ગામમાં પતિ-પત્ની બે બાળકીઓ સાથે રહે છે. ખાનગી કંપનીમાં નોકરી કરતા બાળકીના પિતાને બે દીકરીમાં મોટી દીકરી 8 વર્ષની અને નાની 6 વર્ષની છે.

નાની દીકરી જન્મજાત દિવ્યાંગ હોવાને કારણે માતા-પિતા તેની કાળજી થોડી વધુ રાખતા. જેથી તેને એવું ન લાગે કે પોતે દિવ્યાંગ હોવાને કારણે માતા-પિતા તેને ઓછો પ્રેમ કરે છે. પરંતુ8 વર્ષની બાળકીમાં એવી માનસિકતા ઘર કરી ગઇ હતી કે તેની નાની બહેનને માતા-પિતા વધુ પ્રેમ કરે છે અને તેની કાળજી પણ વધુ લે છેય આને કારણે તે છેલ્લા બે-ત્રણ માસથી પીડાતી હતી.

દિવ્યાંગ દીકરી તરફ વધુ ધ્યાન આપવાના કારણે માતા-પિતા ક્યારેક મોટી દીકરી તરફ ધ્યાન આપી શકતા નહિ. જેથી તે મનોમન ગુસ્સામાં રહેતી. બાળકી માતા-પિતા તેને પ્રેમ કરે અને તેમનું ધ્યાન તેના તરફ રહે એ માટે તેણે તરકીબ અપનાવી. જેમાં તેણે પોતાની પાસેના વોટર કલરનો ઉપયોગ કર્યો અને તે યુરીન કરવા જાય ત્યારે એક વાટકી અથવા અન્ય સાધન લઇને જતી

 

(પ્રતીકાત્મક તસવીર)

અને તેમાં યુરીન કરી કોઇ દિવસ લાલ તો કોઇ દિવસ ભૂરો તો કોઇ દિવસ પીળો વોટર કલર મિક્ષ કરી દેતી. જે બાદ તે પોતાની માતાને જણાવતી હતી. તેની રોજની ફરિયાદ સાંભળીને માતાએ તેના પતિને એટલે કે બાળકીના પિતાને આ વિશે વાત કરી. જે બાદ પિતા ચોંકી ઉઠ્યા અને તેને સ્થાનિક તબીબો પાસે ગયા હતા. તેના રીપોર્ટ કરાવવામાં આવ્યા, જે નોર્મલ આવ્યા.

ડોક્ટર પ્રશ્ન હલ ન કરી શકતા માતા-પિતાએ ભૂવા-જાગરીયા પણ કર્યાં.તેમ છતાં પણ આ સમસ્યા સોલ્વ ન થઇ. જે બાદ તેઓ વડોદરા સયાજી હોસ્પિટલના બાળરોગ વિભાગમાં પહોંચ્યા અને ત્યાં તેના યુરીન ટેસ્ટ કરાવવામાં આવ્યા. જે રીપોર્ટ પણ નોર્મલ આવ્યા. આ દરમિયાન બાળકીનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યુ અને બાળકીએ જણાવ્યું કે,

તે જાતે જ તેના યુરીનમાં વોટર કલર મિક્સ કરતી. જ્યારે ડોક્ટરે આમ કરવાનું કારણ પૂછ્યુ તો તેણે કહ્યુ, મને મારા માતા-પિતા પ્રેમ ઓછો કરે છે. મારા માતા-પિતા મારી દિવ્યાંગ નાની બહેનની જેમ મને પણ પ્રેમ કરે તે માટે આમ કર્યું હતું.

Shah Jina