નશામાં ધૂત યુવતીએ પોલીસનો કોલર પકડ્યો, વાળ ખેંચ્યા અને માસ્ક પણ ઉતારીને ફેંકી દીધું, વીડિયો જોઈને તમારા દિમાગનો પણ પારો છટકશે, જુઓ

સોશિયલ મીડિયામાં રોજ ઘણા બધા વીડિયો સામે આવતા હોય છે, જેમાં ઘણી એવી ચોંકાવનારી ઘટનાઓ સામે આવે છે જેને જોઈને આપણે પણ હેરાન રહી જઈએ. આપણા દેશમાં એક તરફ મહિલાઓની સુરક્ષા માટે અઢળક કાયદાઓ છે, ત્યાં બીજી તરફ કેટલીક મહિલાઓ આવા કાયદાઓના દુરુપયોગ પણ કરતી જોવા મળે છે, જેના ઘણા વીડિયો પણ સોશિયલ મીડિયામાં સામે આવતા હોય છે.

મહારાષ્ટ્રના નવી મુંબઈમાં નશામાં ધૂત એક મહિલાનો વીડિયો સોશિયલ મીડિયા પર હાલ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં યુવતી સ્પષ્ટપણે પોલીસકર્મી સાથે ગેરવર્તન કરતી જોવા મળી રહી છે. દારૂના નશામાં ધૂત યુવતી પોલીસકર્મીના વાળ ખેંચ્યા અને અપશબ્દોનો ઉપયોગ કરતા જોવા મળે છે. આ વાયરલ વીડિયોમાં જોવામાં આવ્યું છે કે મહિલાએ પોલીસકર્મીનો કોલર પકડી લીધો અને પછી તેનો માસ્ક છીનવી લીધો અને તેને ફાડી નાખ્યો.

મહિલા એટલી નશામાં હતી કે તે પોતાની જાતને બરાબર સંભાળી પણ શકતી ન હતી. આમ છતાં તેણે સામે ઉભેલા પોલીસકર્મીને લાત મારવાની કોશિશ કરી હતી, જે પોલીસકર્મીને વાગી નહોતી. સુનૈના હોલી નામના યુઝરે આ વીડિયોને ટ્વીટ કર્યો અને લખ્યું કે આ નશામાં ધૂત યુવતીએ નવી મુંબઈના વાશીમાં પોલીસ સાથે ગેરવર્તણૂક કરી.

તેણે લખ્યું કે તે એક પુરુષ પોલીસ અધિકારી હોવાને કારણે છોકરી તેને લાત મારવાની કોશિશ કરે છે, છતાં તે છોકરીને સ્પર્શ કરી શકતો નથી. ત્યાં જ કાયદો ખોટો થાય છે. સુનૈનાએ તેના ટ્વીટમાં આગળ લખ્યું કે જે રીતે પોલીસકર્મીએ આ મામલાને ગૌરવ સાથે સંભાળ્યો તે પ્રશંસનીય છે. આશા છે કે પગલાં લેવામાં આવશે.

સુનૈના હોલીએ આ જ ઘટનાનો બીજો વીડિયો પણ ટ્વીટ કર્યો છે. બીજા વિડિયોમાં જોવા મળે છે કે જ્યારે અન્ય યુવતી દારૂના નશામાં ધૂત મહિલાને લેવા માટે આવે છે ત્યારે તે તેને પણ માર મારે છે અને આ દરમિયાન તે રસ્તા પર પડી જાય છે. પડી ગયા પછી, છોકરી લાંબા સમય સુધી રસ્તા પર પડી રહે છે. આ ટ્વીટમાં સુનૈનાએ લખ્યું હતું કે, “તેની હાલત જોઈને હું દિલગીર છું, તેના માતા-પિતાને કેવું ખરાબ લાગ્યુ હશે. એટલું પીશો નહીં કે તમે તમારી જાતને સંભાળી ન શકો.” ત્યાં આસપાસ ઉભેલા લોકો આ સમગ્ર ઘટનાનો વીડિયો બનાવી રહ્યા છે.

Niraj Patel