વીડિયો: પક્ષીની સામે જ જાદુનો ખેલ બતાવવા લાગી આ છોકરી, પક્ષીએ આપ્યું એવું રિએક્શન કે જોઈને યુઝર્સ પણ હેરાન રહી ગયા

નાના હોય કે મોટા લોકો દરેક વ્યક્તિને જાદુ જોવાનો ગમતો હોય છે, ઘણા લોકો જાદુના ખેલ કરતા પણ જોવા મળે છે અને હાલ તો સોશિયલ મીડિયાના જમાનામાં ઘણા લોકો ઓનલાઇન જ પોતાના જાદુના ખેલ બતાવતા જોવા મળે છે. ત્યારે હાલ એવા જ એક જાદુનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

વાયરલ થઇ રહેલા વીડિયોમાં એક છોકરીએ પક્ષીની સામે જાદુ બતાવવાનો પ્રયાસ કર્યો. તે છોકરીનું જાદુ જોઈને પક્ષી ચોંકી ગયું  કે તેની પ્રતિક્રિયા ઈન્ટરનેટ પર વાયરલ થઈ ગઈ. પક્ષીના જાદુ પછીની પ્રતિક્રિયા જોઈને તમે ચોક્કસપણે હસવા માટે મજબુર બની જશો. સોશિયલ મીડિયા પર ઘણા લોકો આ વીડિયોને પસંદ કરી રહ્યા છે.

વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે રસોડાના ટેબલ પર એક પક્ષી બેઠું છે, જેની સામે એક છોકરી પોતાનો જાદુ બતાવવાની તૈયારી કરી રહી છે. છોકરી સૌપ્રથમ પોતાને સફેદ ટુવાલ પાછળ છુપાવીને પક્ષીને બતાવે છે, ત્યારબાદ અચાનક છોકરી પક્ષીને દેખાતી બંધ થઈ જાય છે. આ જોઈને પક્ષીના હોશ ઉડી જાય છે અને તે એવી ચોંકાવનારી પ્રતિક્રિયા આપે છે, જેને જોઈને તમે પણ હસી પડશો.

 

View this post on Instagram

 

A post shared by Wilds Planet (@wildsplanet)

આ પક્ષીનો ફની વીડિયો ઈન્સ્ટાગ્રામ પર wildsplanet નામના પેજ દ્વારા શેર કરવામાં આવ્યો છે. વીડિયોને લાખો લોકોએ જોયો છે જ્યારે હજારો લોકોએ વીડિયોને લાઈક કર્યો છે અને પોતાનો પ્રતિભાવ આપ્યો છે. ઘણા લોકોને આ પક્ષીના હાવભાવ જોઈને અચરજ થાય છે તો ઘણા લોકો એમ પણ કહી રહ્યા છે કે પોતાનુ ગમતું વ્યક્તિ નજરોથી દૂર થાય તો હેરાની પણ થાય છે.

Niraj Patel