સડસડાટ એક્ટિવા લઈને આવી રહી હતી યુવતી, આગળ ગાડીએ માર્યો અચાનક ટર્ન, ટક્કર વાગતા યુવતી ઉછળી અને જમીન ઉપર પટકાઈ

આ એક વસ્તુના કારણે બચી ગયો અકસ્માતમાં આ યુવતીનો જીવ, વીડિયો જોઈને તમે પણ માની જશો કે આ વસ્તુ કેટલી છે જરૂરી ?

સોશિયલ મીડિયા ઉપર અકસ્માતના ઘણા વીડિયો વાયરલ થતા હોય છે. જે જોઈને આપણે પણ હચમચી જઈએ છીએ. હાલ એવા જ એક સકમાતનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. જેમાં જોવા મળી રહ્યું છે કે એક્ટિવા લઈને આવતી યુવતી ટર્ન લેતી ગાડી સાથે અથડાઈને ઉછળીને જમીન ઉપર પટકાય છે.

વાયરલ થઇ રહેલા વીડિયોની અંદર જોઈ શકાય છે કે એક ગાડી ટર્ન લઇ રહી છે, ત્યારે જ પાછળથી એક યુવતી એક્ટિવા લઈને આવે છે અને તે અચાનક વળી રહેલી કારને જોઈને બ્રેક નથી મારી શકતી અને કાર સાથે ધડાકાભેર અથડાય છે અને ઉછળીને સીધી જ જમીન ઉપર પટકાય છે.

જો કે આ અકસ્માતમાં યુવતીને વધારે નથી વાગતું, વીડિયોમાં જ જોઈ શકાય છે તે ઊંધા માથે ભટકાય છે, પરંતુ તેને માથા ઉપર હેલ્મેટ પહેર્યું હોવાના કારણે તેનો જીવ બચી જાય છે. વીડિયોની અંદર જ જોઈ શકાય છે કે તે યુવતીએ હેલ્મેટ ના પહેર્યું હોત તો તેની સાથે મોટી દુર્ઘટના ઘટી શકતી હતી.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

આજે સરકાર દ્વારા પણ હેલ્મેટ પહેરવા અને સીટ બેલ્ટ પહેરવાને લઈને ચેતવણીઓ આપવામાં આવે છે,. દંડ પણ ફટકારવામાં આવે છે, પરંતુ આ બધું આપણી સુરક્ષા માટે જ છે, આ વીડિયોની અંદર જ આ બાબત સ્પષ્ટ જોઈ શકાય છે કે જો હેલ્મેટ ના હોત તો આ યુવતીનો જીવ પણ જઈ શકતો હતો.

Niraj Patel