પાર્લરમાં વાળ કપાવવા માટે ગઈ હતી છોકરી, વાળ કાપવા વાળાએ વાળમાં જ લગાવી દીધી આગ? જુઓ દિલધડક વીડિયો

કેટલીકવાર સોશિયલ મીડિયા પર કેટલાક આઘાતજનક જોવા મળે છે. જેને જોઈને તમને પણ તમારી આંખો પર વિશ્વાસ નહિ થાય. આવો જ એક વીડિયો આજકાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક હેરડ્રેસર એક છોકરીના વાળમાં આગ લગાવતો જોવા મળે છે જે તેના વાળ કપાવવા માટે પાર્લરમાં ગઈ હતી.

આ ચોંકાવનારો વીડિયો જોયા પછી લોકો વિશ્વાસ કરી શકતા નથી. વીડિયોમાં એક છોકરી જોવા મળી રહી છે, જે વાળ કપાવવા માટે પાર્લરમાં ગઈ હતી. વીડિયોમાં તમે જોઈ શકો છો કે છોકરી ખુરશી પર બેઠી છે. એજ સમયે એક યુવક તેના હાથથી તેના વાળ પકડેલો જોવા મળે છે. આ યુવક પાર્લરમાં હેરસ્ટાઈલિસ્ટ છે.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે યુવકે તેના હાથમાં લાઇટર લીધું છે. જેના બાદ તે લાઇટરર સળગાવે છે અને છોકરીના વાળમાં આગ લગાવી દે છે. જો તમે વિચારી રહ્યા હોય કે યુવકે છોકરીના વાળમાં આગ કેમ લગાવી દીધી તો તમને જાણવી દઈએ કે આ હર સ્ટાઇલ કરવાની એક નવી રીત છે. આ પ્રકારે વાળમાં આગ લગાવીને સ્ટાઈલિશ લુક આપવામાં આવે છે.

હાલના સમયમાં ફેશન અને સ્ટાઇલના મામલામાં લોકો એટલા ક્રેઝી બની ગયા છે કે પોતાની સાથે વિચિત્ર એક્સ્પીરિમેન્ટ કરવાનું પણ નથી ચુકતા. જેના માટે તે કોઈપણ હદ સુધી જવા માટે પણ તૈયાર રહે છે. આ વાયરલ વીડિયોમાં પણ એવું જ કઈ જોવા મળ્યું જેને જોઈને સોશિયલ મીડિયા યુઝર્સ પણ હેરાન છે.

Niraj Patel