છોકરીએ બર્થ ડે પર રાખી અંતિમ સંસ્કારવાળી પાર્ટી, કાળા ડ્રેસમાં આવ્યા મહેમાન, કાપી કાળી કેક !
જ્યારે પણ કોઇ પોતાની બર્થ ડે પાર્ટી ઓર્ગનાઇઝ કરે છે તો અનોખી થીમ રાખે છે. બાળકોની જો પાર્ટી હોય તો કાર્ટૂન અને જો કોઇ યુથની પાર્ટી હોય તો તેના ફેવરેટ કલર પર થીમ અથવા તો બીજી કોઇ થીમ પર ઓર્ગનાઇઝ કરવામાં આવે છે, પણ એક મહિલાએ પોતાનો 30મો જન્મદિવસ મનાવવા અનોખી રીત પસંદ કરી.
તેણે પોતાના 20s ને અલવિદા કહેવા માટે અંતિમ સંસ્કારની થીમ રાખી. એક છોકરીએ પોતાના 20s ને ગુડબાય કહેવા માટે શાનદાર આઇડિયા શોધ્યો. તેણે તેના 30માં જન્મદિવસ પર અંતિમ સંસ્કાર થીમવાળી પાર્ટી રાખી. ઘરમાં રંગબેરંગી ફુગ્ગાની જગ્યાએ બર્થ ડે ગર્લ Hailey Harnumએ બ્લેક રંગ પસંદ કર્યો. જન્મદિવસના અવસર પર છોકરીએ તેના મિત્રોને બ્લેક રંગના ડ્રેસમાં આવવા માટે કહ્યુ હતુ.
જ્યારે ડ્રેસ કોડ બ્લેક હતો તો બધી વસ્તુ બ્લેક રંગની જ રાખવામાં આવી. સજાવટથી લઇને કેક સુધી બધુ જ બ્લેક હતુ. તેણે ઘરમાં ખોપડી અને ગ્રેવસ્ટોન સાથે સજાવટ પણ કરી હતી. એક મોટું બેનર પણ હતુ, જેના પર લખેલુ હતુ “Death To My Twenties”. હૈલીએ બ્લેક રંગના કેક પર લકાવ્યુ હતુ “RIP 20s.” હૈલી હર્નમની મિત્ર શૈની ડેવિસે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર તસવીરો શેર કરી હતી,
જ્યાંથી ખબર ફેલાઇ ગઇ. શૈનીએ હૈલીના ડાર્ક ડેકોરેશન સાથે પોઝ પણ આપ્યો હતો. ટેકસ્ટમાં લખ્યુ હતુ- POV: તમારી સૌથી સારી મિત્ર તેના 30માં જન્મદિવસ પર 20s ને અલવિદા કહેવા માટે એક અંતિમ સંસ્કાર પાર્ટી મનાવી રહી છે.