છતની અંદરથી ડરામણી રીતે લટકી રહ્યું હતું માથું, ફાયર બ્રિગેડને મદદ માટે બોલાવી અને જોયું તો તેમના પણ હોશ ઉડી ગયા, જુઓ વીડિયો

ઘરની છતમાંથી ભૂતની જેમ લટક્યું માથું, જયારે હકીકત સામે આવી ત્યારે સૌના હોશ ઉડી ગયા, ઘટના થઇ વીડિયોમાં કેદ, જુઓ

ઘણા એવા બાળકો હોય છે જે મસ્તી મસ્તીમાં કેટલાક એવા કાંડ કરી બેસતા હોય છે જેના કારણે તેમનો જીવ પણ જોખમમાં મુકાઈ જતો હોય છે. આવી જ એક ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે, જેમાં દીવાલની ઉપર એક માથું લટકતું જોઈ શકાય છે. આ માથું જોઈને એવું લાગે કે આ કોઈ ફિલ્મનો સીન હશે.

પરંતુ આ કોઈ ફિલ્મનો સીન નહોતો પરંતુ એક છોકરીનું માથું હતું.  ઘરની અંદર એકઝોસ ફેન લગાવવા માટે ઘરમાં એક 8 ઇંચનો હોલ બનાવવામાં આવ્યો હતો. છોકરી તે વાતથી અજાણ હતી અને તેને ઉપરના રૂમમાંથી એ હોલની અંદર માથું નાખી નીચે જોવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તેના માટે નીચે જોવું મુશ્કેલી ભર્યું બની ગયું અને તે હોલમાં તેનું માથું ફસાઈ ગયું.

દીકરીને મસુબીટમાં જોઈને તરત તેના પેરેન્ટ્સે ફાયર ફાઇટર્સને ફોન લગાવ્યો અને તેમને ઘટના સ્થળે પહોંચીને રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું અને ઘણી મહેનત બાદ દીકરીના માથાને દીવાલમાંથી બહાર કાઢ્યું. પહેલા તેમને ઓજારોનો પ્રયોગ કર્યો પરંતુ માથું બહાર ના નીકળી શક્યું, જેના બાદ તેમને વેજીટેબલ ઓઇલનો ઉપયોગ કરી અને માથું બહાર કાઢવામાં સફળતા મેળવી.

આ ઘટના સાઉથવેસ્ટ ચીનના ગુઈઝોઉ પ્રાંતના પુડિંગ કાઉન્ટીમાં આવેલા એક ઘરન અંદર બની છે, જાણકારી પ્રમાણે આ છોકરી છતમાં પડેલા એ હોલની અંદર લગભગ 1 કલાક જેટલો સમય ફસાયેલી રહી હતી. રેસ્ક્યુ ટીમને પણ તેનું માથું બહાર કાઢવામાં 40 મિનિટ જેટલો સમય લાગી ગયો હતો, પરંતુ સારી બાબત એ રહી કે છોકરીને કોઈ ઇજા પહોંચી નહિ.

સોશિયલ મીડિયામાં આ વીડિયો ખુબ જ વાયરલ થયો હતો અને ઘણા લોકો આ વીડિયોને પોતાની અલગ અલગ પ્રતિક્રિયા પણ આપી રહ્યા હતા. ઘણા લોકોને તો વીડિયોને જોવાની સાથે જ એમ પણ લાગ્યું હતું કે આ કોઈ ભૂતનું માથું હોઈ શકે છે, પરંતુ જયારે આખી હકીકત સામે આવી ત્યારે લોકો પણ હેરાન રહી ગયા હતા.

Niraj Patel