ૐ શાંતિ, એક ભૂલ કરી અને રમતા રમતા મૃત્યુ પામી દોઢ વર્ષની બાળકી
ગુજરાતમાંથી ઘણીવાર અકસ્માતો મોતના કિસ્સા સામે આવે છે, કેટલીકવાર તો બાળકો પણ અણધાર્યા અકસ્માતનો ભોગ બનતા હોય છે. ત્યારે હાલમાં બાળકોને એકલા રમતા મુકી કામમાં વ્યસ્ત થઈ જતા વાલીઓ માટે સુરતમાંથી લાલબતી સમાન કિસ્સો સામે આવ્યો છે. સુરતના પાંડેસરામાં ઘરમાં રમી રહેલી દોઢ-પોણા બે વર્ષની બાળકી ચોથા માળેથી નીચે પટકાઈ અને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલી બાળકીને સારવાર મળે એ પહેલા જ તેનું મોત થયુ.
પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના પાંડેસરામાં આવેલ આનંદો હોમ્સ એપાર્ટમેન્ટમાં ચોથા માળે સૌમિલ દેવા તેમની પત્ની અને દોઢેક વર્ષની દીકરી સાથે રહે છે. સૌમિલ મજૂરીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ત્યારે તેની દીકરી ત્રિશા સવારે ઘરમાં રમી રહી હતી અને માતા ઘરના કામમાં વ્યસ્ત હતી અને પિતા કામ પર ગયા હતા.
આ દરમિયાન જ તે રમતાં રમતાં બારી પાસે પહોંચી અને બારીમાંથી નીચે પટકાઈ. જો કે, ઘટનાને પગલે તાત્કાલિક આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને માતાને જાણ થતા તે પણ નીચે દોડી ગઇ હતી. ત્રિશા ઉપરથી પટકાવાને પગલે ગંભીર રીતે ઈજાગ્રસ્ત અને લોહીલુહાણ થઇ હતી, જેને કારણ તેને નવી સિવિલ હોસ્પિટલ ખસેડાઈ પણ ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કરી હતી.
ત્યારે માસૂમ દીકરીના મોતને પગલે માતા-પિતા સહિત પરિવારમાં માતમ છવાયો હતો. પરિવારના જણાવ્યા અનુસાર, ત્રિશા બારી પાસે મૂકવામાં આવેલ બેડ પર રમી રહી હતી અને રમતાં રમતાં તે બારી પાસે પહોંચી ગઈ અને નીચે પટકાઈ, જેને કારણે તેનું મોત થયુ.