ઠંડીમાં ચાદર ઓઢીને આવું કામ કરી રહી હતી છોકરી, ત્યારે જ તેની માતાએ પકડી પાડી

રોજે રોજ ઈન્ટરનેટ પર લાખોની સંખ્યામાં વીડિયો અપલોડ થતા રહે છે. જેમાના ઘણા એટલી ફની હોય છે કે આપણે હસવાનું નથી રોકી શકતા. આવા રમુજી વીડિયો જોઈને દરેક વ્યક્તિનો થાક ઉતરી જાય છે અને મન પ્રસન્ન થઈ જાય છે. હવે આજે અમે જે વીડિયો વિશે વાત કરી રહ્યા છીએ તે એક માતા પુત્રીનો છે. જે વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. લોકો આ વીડિયો જોયા બાદ વિવિધ પ્રકારની કોમેન્ટ પણ કરી રહ્યા છે.

આપણામાના મોટા ભાગના લોકો રાત્રે મોબાઈલમાં કઈંક ને કઈંક જોતા હોઈએ છીએ. તો ઘણા લોકો શિયાળાના આ સમયગાળામા રજાઈ કે ગોદડું ઓઢીને મોબાઈલમાં મંડાઈ પડે છે. આજ કાલના મોટા ભાગના યુવાઓ વોટ્સએપના માધ્યમથી ચેટિંગ કરતા હોય છે. ઘણીવાર કોઈને ખબર ન પડે તે માટે સુતા સુતા પણ યુવાનો વોટ્સએપ પર સેટિંગ કરતા હોય છે. આવી ઘટના આ યુવતી સાથે પણ બની. જેનો વીડિયો હવે વાઈરલ થઈ રહ્યો છે.

હકિકતમાં બન્યું એવુ કે ઠંડીના કારણે એક છોકરી ચાદર ઓઢીને સુતી હતી. આ સમયે તેની માતા રૂમમાં આવે છે. પહેલા તો તેને એવુ જ લાગે છે કે છોકરી સુતી છે પરંતુ પછી તેમને શંકા જાય છે. ત્યારબાદ તેની માતા ધીમે ધીમે દીકરીને ખબર ન પડે તે રીતે તેની ચાદર ઉંચકીને જુએ છે તો તેના હોંશ ઉડી જાય છે કારણ તેની દીકરી કોઈને I Love You Tooનો મેસેજ કરી રહી હોય છે. જ્યારે છોકરીને ખબર પડે છે કે તેની માતાએ આ બધુ જોઈ લીધુ ત્યારે તેની હાલત કાપો તો લોહી ન નિકળે તેવી થઈ જાય છે.

હાલમાં આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. જો કે આ વીડિયો માત્ર 15 સેકન્ડનો જ છે. પરંતુ તેને જોવામાં લોકોને ખુબ આનંદ આવી રહ્યો છે. આ વીડિયોને સોશિયલ મીડિયા પર imkavy નામની ચેનલ પરથી અપલોડ કરવામાં આવ્યો છે.

YC