શાકમાર્કેટમાં જીન્સ ટોપ વાળી બ્યુટીફુલ છોકરીએ દિલબર દિલબર ગીત પર કર્યો એવો જબરદસ્ત ડાન્સ કે પાછળ ઉભેલો વ્યક્તિ પણ નાચવા લાગ્યો…જુઓ વીડિયો

છોકરી રસ્તા પર કરી રહી હતી દિલબર ગીત પર ડાન્સ, પાછળ ઉભેલો વ્યક્તિ કરવા લાગ્યો અજીબોગરીબ હરકત, વાયરલ થયો વીડિયો

શોર્ટ વીડિયોનો ક્રેઝ દિવસેને દિવસે વધી રહ્યો છે. ટિક ટોક પછી હવે ઇન્સ્ટાગ્રામ આ સેગમેન્ટમાં સૌથી આગળ છે, બાળકો હોય કે મોટેરાઓ દરેક જણ પોતાની પ્રતિભા ફેલાવી રહ્યું છે. આ જ કારણ છે કે આપણને દરરોજ કોઈને કોઈ વિડિયો જોવા મળે છે, પરંતુ જો કોઈ એવા વિડિયો હોય કે જેને સૌથી વધુ પસંદ કરવામાં આવે તો તે છે ડાન્સ વીડિયો..! હાલના દિવસોમાં એક ડાન્સનો વીડિયો લોકોમાં ચર્ચામાં છે. ઘણી વાર તમે જોયું જ હશે કે કેટલાક જાહેર સ્થળોએ પણ તેમના ડાન્સ મૂવ્સ બતાવવામાં જરાય શરમાતા નથી.

હાલમાં જે વીડિયો સામે આવ્યો છે, તેમાં એક છોકરી 1999માં ફિલ્મ સિર્ફ તુમના ગીત ‘દિલબર-દિલબર’ પર જબરદસ્ત ડાન્સ કરતી જોવા મળે છે. વાયરલ વીડિયોમાં છોકરી એક બાદ એક કાતિલાના મૂવ્સ બતાવી રહી છે. તે સંપૂર્ણ પરફેક્શન સાથે ડાન્સ સ્ટેપ્સ કરે છે, પરંતુ વીડિયો વાયરલ થવા પાછળનું કારણ એ છે કે એક કાકા જે છોકરીની પાછળ ઊભા છે તે પણ છોકરીને જોઇને જબરદસ્ત ડાન્સ કરી રહ્યા છે.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક છોકરી ટોપ અને જીન્સ પહેરીને શાકમાર્કેટમાં ડાન્સ કરતી જોવા મળી રહી છે. બજાર વચ્ચે દિલબર-દિલબર ગીત પર છોકરી જોરશોરથી ડાન્સ કરી રહી છે, પરંતુ વીડિયોમાં છોકરીની પાછળ એક કાકા તેના ડાન્સને કોપી કરી રહ્યા છે. વીડિયો જોયા પછી લોકો ઘણી પ્રતિક્રિયા આપી રહ્યા છે. આ વીડિયોને ટ્વિટર પર @Chilled_Yogi નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે.

એક યુઝરે લખ્યું, ‘કાકાએ છોકરી કરતાં વધુ સારો ડાન્સ કર્યો છે.’ વીડિયો જોયા બાદ અન્ય એક યુઝરે ટ્વીટ કરીને લખ્યું, ‘સાચા અર્થમાં વીડિયોની વાસ્તવિક જિંદગી કાકા છે. અન્ય એક યુઝરે લખ્યું, ‘હું કરી શકું છું’ અંકલના ડાન્સ સ્ટેપ્સ જોયા પછી મારા હાસ્યને કાબૂમાં રાખી શક્યો નહીં.’

Shah Jina