પાકિસ્તાની ભાભી સીમાની જેમ સરહદ પાર કરીને પ્રેમીને પામવા ભારતમાં આવી વધુ એક પ્રેમિકા, પરંતુ ભારત આવતા જ તેની સાથે થઇ ગયો મોટો કાંડ, જાણો સમગ્ર મામલો

સરહદ પાર કરીને ભારત આવી ગઈ વધુ એક સીમા, અહીંયા આવતા જ થઇ ગયો મોટો કાંડ, જાણો આખી મેટર

Another girl crossed the border like Seema Haider : હાલ પાકિસ્તાનથી પોતાના પ્રેમ માટે સરહદ પાર કરીને આવેલી સીમા હૈદરની કહાની ખુબ જ ચર્ચામાં છે. તેને નોયડામાં રહેતા સચિન સાથે પબજી ગેમ રમતા રમતા પ્રેમ થઇ ગયો અને પછી પોતાના પ્રેમને પામવા માટે પોતાના ચાર બાળકોને લઈને ભારત આવી ગઈ, જેના બાદ તેને અને સચિનને જેલમાં પણ જવું પડ્યું, પરંતુ જામીન પર તે બહાર આવી ગયા અને હવે સુખેથી પોતાનું જીવન જીવી રહ્યા છે. સોશિયલ મીડિયામાં પણ તેમની પ્રેમ કહાની ખુબ જ ચર્ચામાં છે.

સીમા પાકિસ્તાનથી ભારત આવી અને સચિને તેનો સાથ આપ્યો, પરંતુ હાલ વધુ એક મામલો સામે આવ્યો છે, જેમાં વધુ એક યુવતી પોતાનો પ્રેમ મેળવવા માટે સરહદ પાર કરીને ભારત આવી ગઈ, પરંતુ ભારત આવતા જ તેની સાથે કાંડ થઇ ગયો, કારણ કે ભારતમાં તે જે પ્રેમીને મળવા માટે આવી હતી તેને પ્રેમિકાને દગો આપી દીધો. આ મામલો સામે આવ્યો છે, પશ્ચિમ બંગાળના સિલિગુડીથી. અહીં એક બાંગ્લાદેશી યુવતી ભારતીય યુવકના પ્રેમમાં સરહદ પાર કરીને બંગાળ આવી હતી, પરંતુ તે તેના બોયફ્રેન્ડના ઈરાદાથી સાવ અજાણ હતી.

યુવતીની ઓળખ 21 વર્ષીય સપલા અખ્તર તરીકે થઈ છે જે બાંગ્લાદેશથી પોતાનો જીવ જોખમમાં મૂકીને પશ્ચિમ બંગાળના સિલિગુડી આવી હતી. અહીં આવ્યા બાદ જ્યારે તેને તેના પ્રેમીના ખોટા ઈરાદાની જાણ થઈ ત્યારે તે ભાગી ગઈ હતી. મીડિયા રિપોર્ટ અનુસાર સપલા તેના ભારતીય પ્રેમીને મળવા માટે લગભગ અઢી મહિના પહેલા બાંગ્લાદેશથી ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશી હતી. તે સિલીગુડીમાં તેના બોયફ્રેન્ડ સાથે રહેતી હતી. અચાનક એક દિવસ તેને ખબર પડી કે તેનો પ્રેમી તેને નેપાળ વેચવાનું કાવતરું ઘડી રહ્યો છે.

આ પછી યુવતી તેના પ્રેમીથી બચવા માટે ત્યાંથી ભાગી ગઈ હતી. ભાગીને તે સિલીગુડી રેલ્વે જંકશન પર પહોંચી જ્યાં એક સ્વયંસેવક સંસ્થાએ તેણીને શંકાસ્પદ હાલતમાં ફરતી જોઈ અને તેને પ્રધાન નગર પોલીસને સોંપી દીધી. પૂછપરછ બાદ પોલીસે યુવતીની ગેરકાયદેસર રીતે સરહદ પાર કરીને ભારતમાં પ્રવેશ કરવા બદલ ધરપકડ કરી હતી. તેને ગુરુવારે સિલિગુડી કોર્ટમાં રજૂ કરવામાં આવી. અહીંથી તેને જેલમાં મોકલી દેવામાં આવી હતી. પોલીસ આરોપી યુવતીના પ્રેમીને શોધી રહી છે.

Niraj Patel