સુરતમાં 3 વર્ષની બાળકી બોલે છે કડકડાટ અંગ્રેજી, ઘરમાં પણ કોઈને નથી આવડતું… લોકો બોલ્યા…. “આ તો પુનર્જન્મ લાગે છે…”, જુઓ

ભગવાનનો ચમત્કાર કે પછી પુનર્જન્મ ? સુરતની આ 3 વર્ષની ટેણકી કેવી રીતે શીખી ગઈ આટલું કડકડાટ અંગ્રેજી ? રહેણી-કરણી પણ વિદેશીઓ જેવી જ.. જાણો સમગ્ર મામલો

આજના સમયમાં અંગ્રેજીનું મહત્વ ખુબ જ વધ્યું છે જેના કારણે વાલીઓ પોતાના બાળકોને અંગ્રેજી માધ્યમમાં ભણાવવાનું ઇચ્છતા હોય છે, કારણ કે તેમનું બાળક કોઈપણ જગ્યાએ પાછું ના પડી શકે. ત્યારે બાળક જયારે અંગ્રેજી મીડિયમમાં ભણતું હોય તો ઘરમાં પણ એવો માહોલ જરૂરી હોય છે. પરંતુ હાલ સુરતમાંથી એક એવી ખબર સામે આવી છે જેણે સૌને હેરાન કરીને રાખી દીધા છે.

આપણે ત્યાં એક કહેવત છે કે મોરના ઈંડાને ચીતરવા ના પડે. પરંતુ અહીંયા તો જે પરિવારમાં કોઈને અંગ્રેજી પણ નથી આવડતું, કે ના આ પરિવાર ક્યારે વિદેશ ગયો છે છતાં પણ તેમની 3 વર્ષની દીકરી કડકડાટ અંગ્રેજી બોલે છે અને તે પણ વિદેશી અંગ્રેજી. આ જોઈને સૌ કોઈ હેરાન છે. તેને અંગ્રેજીમાં બોલતા જોઈને સોસાયટીના લોકોમાં પણ કૌતુક સર્જાયું છે અને લોકોને પણ એમ થાય છે કે આ બાળકી આટલું કડકડાટ અંગ્રેજી કેવી રીતે બોલી શકે ?

આ બાળકી સુરત શહેરના અમરોલીબા છાપરા ભાઠા વિસ્તારમાં રહે છે. જેનો જન્મ એક પટેલ પરિવારમાં થયો છે. આ બાળકી ના તો ગુજરાતી ભાષામાં બોલે છે, ના તેને હિન્દી આવડે છે. પરંતુ તે અંગ્રેજી ભાષામાં જ વાતો કરે છે. હાલ તેની ઉંમર સાડા ત્રણ વર્ષની છે અને આ ઉંમરે તેને આ રીતે અંગ્રેજી બોલતા જોઈને તેના માતા પિતાને પણ આશ્ચર્ય થઇ રહ્યું છે. તે લોકો પણ નથી જાણતા કે તેમની દીકરી આ અંગ્રેજી ભાષા ક્યાંથી શીખી ગઈ ?

આ બાળકીના પિતાનું નામ પરેશ પટેલ છે અને તેની માતાનું નામ નેન્સી પટેલ છે. બાળકીને આ રીતે કડકડાટ અંગ્રેજી બોલતા જોઈને તેના માતા પિતાને તેનો ઉછેર કરવામાં પણ ઘણી તકલીફ પડી રહી છે. કારણ કે બંનેમાંથી કોઈને અંગ્રેજી નથી આવડતું.  આ બાળકીની ભાષા જ ફક્ત અંગ્રેજી નથી. તેનું વર્તન પણ વિદેશીઓ જેવું જ છે, જેને લઈને પણ તેના પરિવારજનોને આશ્ચર્ય થઇ રહ્યું છે અને તેમને લાગી રહ્યું છે કે આ તેમની દીકરીનો પુનર્જન્મ છે.

આ બાળકી કાંટા ચમચીથી જ ખાય છે અને વિદેશીઓની જેમ રાત્રે મોડા સુધી જાગે છે અને સવારે લેટ ઉઠે છે. તેના પિતા એક હીરાના કારખાનામાં કામ કરે છે તો તેની માતા ગૃહિણી છે. આ બાળકી હજુ સ્કૂલમાં પણ કયારેય નથી ગઈ. જેના કારણે સૌને વધુ આશ્ચર્ય થઇ રહ્યું છે. ત્યારે આ બાળકીએ હવે ચર્ચાનો માહોલ પણ ગરમ કર્યો છે અને લોકો પણ એ જાણવા ઇચ્છુક બન્યા છે કે આ ખરેખર ઈશ્વરનો ચમત્કાર છે કે પછી પુનર્જન્મ ?

Niraj Patel