ગજબની ટેલેન્ટેડ છે આ છોકરી, પોતાના ચહેરા ઉપર મેકઅપથી બનાવી દીધો જેઠાલાલનો ચહેરો, પછી તો લોકો ઓળખવામાં પણ થાપ ખાઈ ગયા, જુઓ વીડિયો

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ આજે પ્રતિભાનું મંચ બની ગયું છે, આજે ઘણા લોકો પોતાના ટેલેન્ટને સોશિયલ મીડિયામાં શેર કરતા હોય છે, અને તેમના વીડિયો પણ પળવારમાં વાયરલ થઇ જતા હોય છે. આજે મેકઅપ આર્ટિસ્ટને પણ પોતાની કલા બતાવવા માટે બહાર જવાની જરૂર નથી રહી, ઘરે રહીને જ તે પોતાના વીડિયો દ્વારા લાખો હૈયાઓને જીતી શકે છે.

હાલ એવી જ એક મેકઅપ આર્ટિસ્ટનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે, જેને પોતાના ચહેરાને મેકઅપ દ્વારા એવો બદલી નાખ્યો કે તે પોતે તો ઓળખાઈ રહી નહોતી, પરંતુ જેનો ચહેરો તેને પોતાના ચહેરા ઉપર બનાવ્યો હતો તે જોઈને લોકો પણ અસલી નકલીમાં ફરક નહિ કરી શકે. આ યુવતીએ તારક મહેતાના જેઠાલાલનો ચેહરો પોતાના ચેહરા ઉપર બનાવી દીધો.

આ યુવતીનું નામ છે દિક્ષિતા જિંદાલ, જે દિલ્હીની મેકઅપ આર્ટિસ્ટ છે. તે એવા પરિવર્તનો બતાવી શકે છે જે તેની કળાથી લોકોને આશ્ચર્યચકિત કરે છે. તેણે પોતાના નવા વીડિયોમાં કંઈક આવું જ બતાવ્યું છે. દીક્ષિતાએ લોકપ્રિય ટીવી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના પાત્ર જેઠાલાલની જેમ પોતાનો ચહેરો બદલી નાખ્યો. આ વીડિયો તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો છે.

જેઠાલાલનું પાત્ર અભિનેતા દિલીપ જોશીએ ભજવ્યું છે. વાયરલ ટ્રાન્સફોર્મેશન એ ટિગીની નામના ટ્રેન્ડિંગ ઇન્સ્ટાગ્રામ ચેલેન્જનો એક ભાગ છે. વીડિયોમાં દીક્ષિતા તેના ચહેરા પર મેકઅપ લગાવી રહી છે અને જેઠાલાલની જેમ શર્ટ પહેરેલી જોવા મળી રહી છે. અંતે, તે બિલકુલ જેઠાલાલ જેવી દેખાય છે.

વીડિયોના કેપ્શનમાં લખ્યું છે, ‘મેં સાંભળ્યું છે કે તમે બધાએ જેઠાલાલની જેમ મેક-અપ કરવાનું કહ્યું છે? તેથી, ઇચ્છા પૂર્ણ થાય છે. મેં મારી જાતને ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માંથી બદલીને ‘જેઠાલાલ’ કરી. આશા છે કે તમને તે ગમ્યું હશે.’ સોશિયલ મીડિયામાં આ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અને આ યુવતીના ટેલેન્ટની લોકો ખુબ જ પ્રસંશા પણ કરી રહ્યા છે.

Niraj Patel