દુબઇ ગયેલા ગીર સોમનાથના નીરવને છોડવા માટે માંગ્યા 42 લાખ રૂપિયા અને પછી… જુઓ દીકરાના વતન વાપસીની કહાની

બિચારા માં-બાપ લોહીના આશુંએ રડ્યા, દુબઇ જનારાઓ માટે આંખ ઉઘાડનાર કિસ્સો- વાંચો અને જરૂરથી આગળ વધારજો

ગુજરાતમાંથી ઘણા લોકો વિદેશ જઈને કમાવવાની ઘેલછા રાખતા હોય છે અને તેના માટે તે લાખો રૂપિયા પણ ખર્ચી નાખતા હોય છે. ઘણીવાર વિદેશ જવાના મોહમાં ઘણા લોકો એજન્ટના ચક્કરમાં પણ ફસાઈ જતા હોય છે અને લાખો રૂપિયાનું પાણી પણ કરી દેતા હોય છે. ત્યારે ગીર સોમનાથના બે યુવાનો સાથે પણ આવી જ ઘટના બની હતી. તે બંને દુબઇમાં નોકરી કરવા માટે ગયા હતા અને ત્યાંથી તેમને થાઈલેન્ડનું કહીને મ્યાનમાર મોકલી દેવામાં આવ્યા.

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર ગીર સોમનાથના તાલાલામાં આવેલા નાના એવા ગામ પીપળવામાં રહેતો નીરવ બામરોટીયા અમદાવાદના એક એજન્ટ મારફતે દુબઇ ગયો હતો. જ્યાં તેને વધુ પૈસા કમાવવાની લાલચ આપીને મ્યાનમાર મોકલવામાં આવ્યો. ત્યાં તે માનવ તસ્કરીનો ભોગ બન્યો અને એક ફ્રોડ કંપનીની ચુંગલમાં ફસાઈ ગયો. ડોલર કમાવવાની ઈચ્છા રાખીને ગયેલા નીરવને પૈસા કમાવવા તો દૂર પણ ચુકવવાની નોબત આવી હતી.

નિરવને મ્યાનમારના યાંગોન શહેરમાં ફેંગયાન્ગ કંપની લિમિટેડમાં નોકરી માટે મોકલવામાં આવ્યો હતો. તેને કંપની વિશે તપાસ કરતા જાણવા મળ્યું કે આ કંપની તો ફ્રોડ કરે છે. જેના બાદ તેને એજન્ટને ભારત ફરવું છે તે અંગેની જાણ કરી. પરંતુ એજન્ટ પણ તેમની સાથે મળી ગયેલો હોવાના કારણે નીરવ સહીત તેની સાથે રહેલા અન્ય યુવક યુવતીઓને યાંગોન શહેરની કોઈ ઓરડીમાં ગોંધી રાખવામાં આવ્યા હતા. નિરવે કોઈપણ રીતે પોતાના પરિવારનો સંપર્ક કયો અને પરિવારને સમગ્ર હકીકત જણાવી.

સાથે જ નીરવને ચાઈનીઝ ગુંડાઓ હથકડી પહેરાવીને માર પણ મારતા હતા અને તેનો ફોન પણ તેમણે લઇ લીધો હતો. નિરવે બોગસ ફ્રોડ માટે ગ્રાહકો સાથે વાત કરવાના ફોન પરથી પોતાના પરિવારને આખી ઘટના જણાવી. જેના બાદ પરિવારે ભાણવડના ઉદ્યોગપતિ રમેશ રાવલિયાને વાત કરી. તે પોતાના વ્યવસાય અર્થે પાંચેક વાર મ્યાનમાર ગયા હતા. જેના કારણે ત્યાંની પરિસ્થિતિ અને બહિગોળ વિશે તેઓ પરિચિત હતા.

રમેશભાઈએ સિંગાપોરના અલ્પાબેન સહીત અનેક અધિકારીઓ અને પરિચિતની મદદથી ચાઈનીઝ માફિયાઓનો સંપર્ક કર્યો. તેમને નીરવને છોડવા માટે 50 હજાર ડોલરની માંગણી કરી. રમેશભાઈ જેમ તેમ 20 હજાર ડોલરમાં ડીલ નક્કી કરી અને તેમને વાતોમાં રોકી રાખ્યા. તો બીજી તરફ પોલીસે પણ ગંભીરતા દાખવી અને નીરવને વતન પરત લાવવા માટેની કામગીરી શરૂ કરી દીધી હતી.

ગીર સોમનાથ પોલીસ દ્વારા ભારતીય ઇમિગ્રેશન ડિપાર્ટમેન્ટનો સંપર્ક કરતા તેમને મ્યાનમાર ઇમિગ્રેશન ડિપાર્ટમેન્ટમાં પણ વાત કરી હતી અને તેમને સમગ્ર હકીકત જણાવી ત્યાંની આર્મીની મદદથી નીરવ તેમજ તેની સાથે ગોંધી રાખેલા અન્ય યુવાન યુવતીઓને સહી સલામત વતન લાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પોતાના વહાલસોયા સંતાનને હેમખેમ વતન પરત ફરેલો જોઈને પરિવારની આંખો પણ આંસુઓથી છલકાઈ હતી.

Niraj Patel