ગીર સોમનાથનો યુવક બન્યો લૂંટેરી દુલ્હનનો શિકાર ! ‘કૌશરબાનુ’એ ‘રિંકલ’ બની લગ્નના 10 દિવસમાં જ કરી નાખ્યો કાંડ…

રિંકલ સમજીને પરણ્યો એ નીકળી કૌશરબાનુ: લગ્નના 10 દિવસમાં એવો મોટો કાંડ કર્યો કે યુવક જીવનભર પછતાયો, જુઓ

ગુજરાતમાંથી લૂંટેરી દુલ્હનનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો. ગીર સોમનાથ ક્રાઇમ બ્રાન્ચે લૂંટેરી દુલ્હન ગેંગના કારસ્તાનનો પર્દાફાશ કરી ગેંગની ત્રણ મહિલા સહિત ચાર આરોપીઓની ધરપકડ કરી છે અને રાજકોટના મુખ્ય સુત્રધાર રિયાઝને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે. લગ્નના 10-12 દિવસમાં જ લૂંટેરી દુલ્હને સુત્રાપાડાના હરણાસા ગામના યુવકને પોતાનો શિકાર બનાવ્યો અને 1.24 લાખ પડાવી લીધા.

આ મામલે ASPએ પ્રેસ કોન્ફરન્સ કરી માહિતી આપતા જણાવ્યું કે, સુત્રાપાડાના હરણાસા ગામનો અજય સોલંકી અપરણિત હતો અને લગ્ન માટે છોકરીની શોધમાં હતો. આ દરમિયાન તેનો પરિચય દલાલીનું કામ કરતા સુત્રાપાડાના કોળી નરસિંગ વાજા સાથે થયો અને બાદમાં જુનાગઢના શમીમબેન ઉર્ફે સીમાબેન ખેમરાજ જોશી અને દીપકભાઇ હીરાલાલ નાગદેવ સાથે થયો.

આ પછી આ ત્રણેય દલાલોએ રાજકોટના રીયાજ કરીમભાઇ મીરજા અને કોમલ ઉર્ફે મુસ્કાન રીયાજભાઇ મીરજાનો સંપર્ક કરાવ્યો. આ બધાએ કાવતરૂ ઘડી અજય પાસેથી 1.24 લાખ લીધા, દલાલ રીયાજે પોતાની સાથે આવેલ કૌશરબાનુનું રિંકલ અનીલભાઇ પંડયા નામનું ખોટુ આધારકાર્ડ અને લીવીંગ સર્ટી બનાવાવ્યુ અને ખોટા દસ્તાવેજ ઉભા કરી નોટરી મારફતે અમરેલીના બાંટવા દેવળી ગ્રામપંચાયત ખાતે લગ્ન નોંધણી કરાવી. તમામ દલાલોએ સાક્ષી તરીકેની સહી કરી હતી.

આ પછી કૌશરબાનું ઉર્ફે રિન્કલ અજયના હરણાસા ગામે ઘરે 10 દિવસ રોકાઇ અને ફરાર થઇ ગઇ. આ મામલે અજયે દલાલોનો સંપર્ક કર્યો તો તેઓએ ખોટા ગુનામાં સંડોવી દેવાની ધમકી આપી અને પોતે આપેલા પૈસા બાબતે કોઇ જવાબ પણ ન આપ્યો. ત્યારે આ મામલે અજયે પોલીસને ફરિયાદ અરજી આપતા ગીર સોમનાથ એલ.સી.બી.ના સ્ટાફે તપાસ કરતા આ ફરાર થયેલી યુવતિ કૌશરબાનુ ઉર્ફે રીન્કલને નવસારી ખાતેથી શોધી કાઢી અને છેતરપીંડીમાં મદદ કરનાર અન્ય દલાલ કોમલ ઉર્ફે મુસ્કાન રીયાજ મીરજાને આણંદ ખાતેથી તથા શમીમબેન ઉર્ફે સીમાબેનને જુનાગઢ ખાતેથી અને નરસીંગભાઇ વાજાને સુત્રાપાડા ખાતેથી શોધી કાઢ્યા. હાલ તો આ તમામની ધરપકડ કરી પોલિસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

અજય સાથે લગ્ન કરનાર કૌશરબાનું અશરફભાઈની પત્ની છે અને બે સંતાનોની માતા પણ છે. કૌશરબાનુના ખોટા દસ્તાવેજો ઊભા કરી તેને રીંકલ બનાવી બનાવવામાં આવી હતી. આ ગેંગ યુવતીઓને લગ્ન કૌભાંડમાં સામેલ કરવા અને બીજા ધર્મના અનેક ખોટા દસ્તાવેજો ઊભા કરી અને છેતરી રહી છે. આ બનાવમાં પોલીસે કલમ 406- 420- 465- 467- 468 -471- 506/2 અને 120 બી મુજબ ગુનો દાખલ કર્યો છે અને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Shah Jina