પ્રેમી પંખીડાએ લગાવી હતી તાપી નદીમાં છલાંગ, પાંચમા દિવસે ખુલ્યું રહસ્ય- જાણીને પરિવાર હચમચી ગયો

પ્રેમમાં ઘણા લોકો જીવ આપી પણ દેતા હોય છે તો ઘણીવાર કોઈનો જીવ લઇ પણ લેતા હોય છે, પ્રેમ થઇ જાય પછી પ્રેમી પંખીડાઓને દુનિયાની કોઈ ફિકર નથી હોતી અને એટલે જ પ્રેમને આંધળો કહેવામાં આવે છે. ત્યારે એક એવા પ્રેમી પંખીડાઓએ સાથે પોતાનું જીવન ટૂંકાવી લીધું હતુ અને તેમની શોધખોળ તાપી નદીમાં હાથ ધરવામાં આવી હતી જો કે, પ્રેમિકાની લાશ તો મળી આવી હતી પરંતુ પ્રેમીની લાશ પાંચ દિવસે મળી આવી છે.

ઘટનાની વિગત જોઇએ તો, મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના વાણીવિહિર ગામના પ્રેમી પંખીડા થોડા દિવસ અગાઉ ઘરેથી ભાગી ગયા હતા, જે કુકરમુંડા ગામની સીમમાં તાપી નદીના કાવિઠા પુલની ઉપર મોટરસાયકલ મુકી, બન્ને પ્રેમી-પંખીડા નદીમાં કૂદી પડયા હતા. હવે આ મામલે જાણકારી સામે આવી છે કે

તેઓએ સમાજમાં ઇજજત જવાને કારણે આત્મહત્યા કરી લીધી હતી. ત્યારે તેમના નદીમાં પડવાના બીજા દિવસે પ્રેમિકાની લાશ મળી આવી હતી. હવે પ્રેમીની લાશ પણ મળી આવી છે અને તે બંનેની લાશનું અંતર 35 કિમી હતુ. પ્રેમીની લાશ પાંચ દિવસે મળી આવી છે.

આ પ્રેમી પંખીડાની લાશને શોધવા માટે સ્થાનિક તરવૈયા અને ફાયર વિભાગના તરવૈયાઓની મદદ લેવામાં આવી હતી. તાપી નદીમાં ઉપરવાસનો સ્ત્રોત વધુ હોવાથી યુવકનો કોઇ પત્તો લાગ્યો ન હતો અને છેક પાંચ દિવસ બાદ તાપી નદીના ફુગારાના પાણીમાંથી યુવકની લાશ મળી આવી છે.

આ બાતે તપાસ કરતા માલુમ પડ્યું કે આ બંને પ્રેમી પંખીડાઓ મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના અક્કલકુવા તાલુકામાં આવેલ વાણીવિહિર ગામના ગુરુદત્ત ભાઈ રાજેસિંગભાઈ પાડવી ઉ.આ.વ 26 અને એ ગામની તેમની પ્રેમિકા તનશ્રીબેન ગોસ્વામી ઉ.આ.વ. 19 હોવાનું સામે આવ્યું છે. આ બંને પ્રેમી પંખીડાઓ 7 દિવસ પહેલા ઘરેથી ભાગી ગયા હતા. સમાજના ડરના કારણે તેમને નદીમાં ઝમ્પલાવ્યું હોવાનું વાણી વિહિર ગામના જીતેન્દ્રભાઇ દોલત ભાઈ પાડવીએ નિઝર પોલીસ સ્ટેશનમાં જણાવ્યું હતું.

Shah Jina