ખબર

કોરોના વેક્સિનના બંને અલગ અલગ ડોઝ લઇ લીધા તો શું થશે ? જાણો રિસર્ચમાં કઈ વાત આવી સામે, બહુ જ કામની છે આ માહિતી

દુનિયાભરની અંદર કોરોના વાયરસની વેક્સિનને જ એક પ્રમુખ હથિયાર માનવામાં આવી રહ્યું છે. ભારતની અંદર પણ ઘણા લોકોને વેક્સિન લગાવી દેવામાં આવી છે. હવે તો 18 વર્ષથી મોટી ઉંમરના તમામ લોકો રસી લઇ શકે છે.

ભારતની અંદર હાલ બે મુખ્ય વેક્સિન છે, કોવેક્સિન અને કોવીશીલ્ડ. ત્યારે આ દરમિયાન વેક્સિન લેવા માટેના  પ્રશ્નો મનમાં ઉભા થતા હોય છે. એવો જ એક પ્રશ્ન છે કે કોઈપણ એક બ્રાન્ડની વેક્સિન લીધા બાદ જો કોઈ બીજી વેક્સિનનો ડોઝ લઇ લેવામાં આવે તો શું થાય ? આ સવાલ ઉપર પણ રિસર્ચ કરવામાં આવ્યું છે.

એક શરૂઆતના રિસર્ચમાં સામે આવ્યું છે કે બંને અલગ અલગ બ્રાન્ડની વેક્સિનના ડોઝ લેવા ઉપર લોકોમાં થાક અને દુઃખાવા જેવી સાઈડ ઇફેક્ટ આવી શકે છે. જો કે હજુ સુધી એ સામે નથી આવ્યું કે આ પ્રકારની બે અલગ અલગ વેક્સીન લેવાના કારણે તે કોરોના વાયરસ સામે કેટલી પ્રભાવી થઇ શકે છે.

ઓક્સફર્ડ યુનિવર્સીટીના રિસર્ચર્સ દ્વારા મેડિકલ જર્નલ લાન્સેટમાં આ સ્ટડીને લઈને જણાવવામાં આવ્યું છે કે જે લોકોએ પહેલો ડોઝ એસ્ટ્રાજેનેકા લીધી છે અને 4 અઠવાડિયા બાદ બીજા ડોઝમાં ફાઇઝર/બાયોએનટેક વેક્સિન લગાવી છે તેવા મોટાભાગના લોકોને થોડા સમય માટે સાઈડ ઇફેક્ટ જોવા મળ્યા છે. જે સામાન્ય છે.

બ્લૂમબર્ગની રિપોર્ટ પ્રમાણે રિસર્ચર અને જન સ્વાસ્થ્ય અધિકારીઓએ આ પ્રકારની સ્ટડી ઓછા અને મિડિલ આવક વાળા દેશમાં કરવાની રણનીતિ બનાવી રહ્યા છે. જેના કારણે આવા દેશોમાં વેક્સિનની કમીને દૂર કરી શકાય.

તેમનું માનવું છે કે બે અલગ અલગ વેક્સિનના ડોઝ સુરક્ષિત અને પ્રભાવી છે. જેનાથી સરકારોને વેક્સિનના સ્ટોક બનાવવામાં સરળતા રહેશે અને તેને લઈને વધારે જાણકારી પણ સામે આવશે.