જર્મનીથી આવેલી વહુરાણીએ સ્ટેશન પર મચાવી જબરદસ્ત ધમાલ, જેને પણ જોયો વીડિયો એ જોતા જ રહી ગયા, જુઓ તમે પણ

આ વિદેશી વહુએ તો આખો દેશ ગાંડો કર્યો, ટૂંકું ટોપ પહેરીને સ્ટેશન પર લગાવ્યા એવા ઠુમકા કે જોતા જ રહી ગયા લોકો, જુઓ વીડિયો

Germany Bahu Dance Video : સોશિયલ મીડિયામાં વાયરલ થવા માટે લોકો કંઈપણ કરતા હોય છે,  ઘણી યુવતી રસ્તા વચ્ચે ઉભા રહીને કે પછી મેટ્રોમાં પણ ડાન્સ કરતી જોવા મળે છે અને તેમના વીડિયોને પણ લોકો ખુબ જ પસંદ કરતા હોય છે, પરંતુ શું તમે ક્યારેય કોઈ વિદેશીને ભારતમાં આવીને આવી રીતે રસ્તા પર રીલ બનાવતા જોઈ છે ?

ત્યારે હાલ એવી જ એક વિદેશી દુલ્હનનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. હાલમાં વિકી કૌશલ અને સારા અલી ખાનની રિલીઝ થયેલી ફિલ્મ ‘જરા હટકે જરા બચકે’નું ગીત ‘તેરે વાસ્તે’ આંતરરાષ્ટ્રીય ટ્રેન્ડ બની ગયું છે. આ ગીતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખૂબ જ લોકપ્રિયતા મેળવી છે અને દરેક વ્યક્તિ આ ગીત પર ડાન્સ વીડિયો બનાવવામાં વ્યસ્ત છે. આ દરમિયાન આ વાયરલ ગીત પર ડાન્સ કરતી જર્મન મહિલાનો વીડિયો ઇન્ટરનેટ પર દિલ જીતી રહ્યો છે અને તે હવે જર્મન વહુ તરીકે પ્રખ્યાત છે.

જીન્સ અને લાલ ટોપ પહેરેલી એક જર્મન મહિલા ભીડવાળા સ્ટેશન પર ફૂટ-ઓવર બ્રિજ પર સુંદર રીતે ડાન્સ કરતી જોઈ શકાય છે. આ મહિલાની ઓળખ જર્મનીની રહેવાસી જુલી શર્મા તરીકે થઈ છે, જે છેલ્લા બે વર્ષથી ભારતમાં રહે છે. લોકો તેને જર્મનીથી આવેલી વહુના નામથી પણ બોલાવે છે. જુલીએ એક ભારતીય સાથે લગ્ન કર્યા છે અને તે ઘણી વખત ભારતમાં તેની જીવનશૈલીના વીડિયો અને તસવીરો શેર કરે છે.

 

View this post on Instagram

 

A post shared by Juli Sharma (@namastejuli)

નેટીઝન્સ જર્મન છોકરીના અનોખા ડાન્સ મૂવ્સની પ્રશંસા કરી રહ્યા છે અને આવા આત્મવિશ્વાસ અને પ્રતિભા દર્શાવવા બદલ તેની પ્રશંસા કરી રહ્યા છે. વીડિયો શેર કરતાં જૂલીએ લખ્યું, “મારા વગર ટ્રેન નીકળી ગઈ.” ઓનલાઈન શેર કરવામાં આવ્યો ત્યારથી આ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અને લોકો પણ આ વીડિયો પર પોતાનો ભરપૂર પ્રતિસાદ પણ આપતા જોવા મળી રહ્યા છે.

 

Niraj Patel