જીન્સ, ટીશર્ટ અને માથે લાલ ટોપી પહેરીની ગીતાબેન રબારીએ આપ્યા શાનદાર પોઝ, વેકેશનની મજા માણતી તસવીરો વાયરલ

કચ્છી કોયલ તરીકે આખા ગુજરાતભરમાં જાણીતા બનેલા ગીતાબેન રબારી હાલ તેમના પતિ પૃથ્વી રબારી સાથે અમેરિકામાં રજાઓનો ભરપૂર આનંદ માણી રહ્યા છે, જે તમેની સોશિયલ મીડિયા તસવીરોમાં જોઈ શકાય છે, ચાહકો પણ તેમની તસવીરો જોવા માટે આતુર રહે છે અને ગીતાબેન તેમની આ આતુરતા પૂર્ણ પણ કરતા જોવા મળે છે.

ગીતાબેન રબારીએ અમેરિકા પ્રવાસની ઢગલાબંધ તસવીરો પોસ્ટ કરી છે, જે પોસ્ટ થવાની સાથે જ વાયરલ પણ થઇ જાય છે, આ તસ્વીરોમાં ગીતાબેનનો અનોખો અંદાજ પણ જોવા મળી રહ્યો છે. આ પ્રવાસમાં તેમના ભરથાર પૃથ્વી રબારી પણ તેમની સાથે જ છે અને તેઓ પણ અમેરિકા પ્રવાસની શાનદાર તસવીરો શેર કરતા જોવા મળી રહ્યા છે.

ગીતાબેન રબારી અને તેમના પતિ પૃથ્વી રબારીએ અમેરિકા જતા પહેલા જ દિલ્હી એરપોર્ટ ઉપરથી કેટલીક તસવીરો શેર કરી હતી, જે સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ હતી. અમેરિકા પહોંચ્યા બાદ પણ ગીતાબેન અને પૃથ્વી બંને તેમના સોશિયલ મીડિયા દ્વારા ચાહકો સાથે જોડાયેલા જોવા મળ્યા હતા.

હાલમાં જ ગીતાબેન રબારીએ અમેરિકા પ્રવાસની કેટલીક થ્રો બેક તસવીરો શેર કરી છે. જેમાં તેમનો એકદમ અલગ અંદાજ જોવા મળી રહ્યો છે. આ તસ્વીરોમાં ગીતાબેન હિમવર્ષા અને બરફથી છવાયેલી જગ્યાઓ ઉપર પોઝ આપતા જોવા મળી રહ્યા છે, તેમની આ તસવીરો જોઈને ચાહકો પણ ખુબ જ ખુશ થઇ ગયા.

આ ઉપરાંત પણ તેમને બીજી ઘણી બધી તસવીરો શેર કરી છે, જેમાં તે સીઆ વર્લ્ડ ઓર્લાન્ડો ફ્લોરિડામાં છે અને ત્યાંથી પણ તેઓ શાનદાર પોઝ આપતા જોવા મળી રહ્યા છે. આ તસ્વીરોમાં ગીતાબેન જીન્સ અને ટી-શર્ટમાં પોઝ  આપી રહ્યા છે, તો એક તસ્વીરમાં તેમને માથા ઉપર લાલ રંગની શાનદાર ટોપી પણ પહેરી છે.

ગીતાબેન રબારીના પતિ પૃથ્વી રબારીએ પણ તેમના ઇન્સ્ટાગ્રામ ઉપર ગીતાબેન સાથેની કેટલીક તસવીરો શેર કરી છે. આ તસ્વીરોમાં પ્રથવી રબારી ગીતાબેનના ખભા ઉપર હાથ મૂકી અને પોઝ આપતા જોવા મળી રહ્યા છે. સામે આવેલી તસ્વીરોમાં તેમનો ભરપૂર પ્રેમ પણ જોવા મળી રહ્યો છે.

થોડા દિવસ પહેલા ગીતાબેને એક વીડિયો પણ શેર કર્યો હતો, જેમાં ગીતાબેન અમેરિકામાં પડી રહેલી કાળઝાળ ઠંડી અને બરફ છાયા વાતાવરણ વચ્ચે ગુજરાતી ગરબાના તાલે ઝુમતા જોવા મળી રહ્યા હતા. બેકગ્રાઉન્ડમાં ગરબો વાગી રહ્યો હતો, “રમો રમો ગોવાળિયા રમો..” આ વીડિયો તેમના ચાહકોને પણ ખુબ જ પસંદ આવ્યો હતો.

વાયરલ થઇ રહેલા આ વીડિયોની અંદર ગીતાબેનનો ગેટઅપ પણ ચાહકોને ખુબ જ પસંદ આવી રહ્યો હતો. તેમને આ વીડિયોમાં જીન્સ ટી શર્ટ, લોન્ગ કોટ અને માથા ઉપર ટોપી પહેરી હતી. તેમનો આ વીડિયો પોસ્ટ થવાની સાથે જ ચાહકો ભરપૂર કોમેન્ટ કરી રહ્યા છે. આ વીડિયો પોસ્ટ થવાની સાથે જ ગણતરીની મિનિટોમાં જ હજારો લોકોએ નિહાળી લીધો હતો.

ગીતાબેન અમેરિકામાંથી ઘણી બધી તસવીરો શેર કરી રહ્યા છે, આ ઉપરાંત સ્ટોરીમાં પણ ઘણા બધા વીડિયો શેર કરી રહ્યા છે, જેમાં અમેરિકાના શિકાગો અને ફ્લોરિડનો સુંદર નજારો જોવા મળી રહ્યો છે, આ પહેલા પણ ગીતાબેને શિકાગોની ગલીઓમાં ઉભા રહીને શાનદાર પોઝ આપતી તસવીરો શેર કરી હતી.

તમને જણાવી દઈએ કે ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં જ ગીતાબેન અમેરિકાના પ્રવાસે ગયા હતા, ત્યારે પણ તેમની સાથે તેમના ભરથાર પૃથ્વી રબારી સાથે હતા. ગીતાબેન રબારીએ તેમના ઇન્સ્ટાગ્રામ ઉપર કેટલીક તસવીરો અને વીડિયો શેર કર્યા હતા જેમાં તેમને પોતાના અમેરિકાના પ્રવાસની શરૂઆતથી લઈને ત્યાં કરેલા કાર્યક્રમોની ઝાંખી પણ શેર કરી છે.

ગીતાબેન દેશમાં હોય કે વિદેશમાં તે પોતાના ચાહકો સાથે હંમેશા જોડાયેલા રહે છે, અને તેમના વીડિયો અને તસ્વીરોમાં તેમના કાર્યક્રમોની ઝાંખી પણ ઘરે બેઠા  નિહાળી શકાય છે, ત્યારે તેઓ જયારે તેઓ ગુજરાતની બહાર પણ કાર્યક્રમો કરતા હોય છે ત્યારે પણ તેઓ ગુજરાતીઓને સોશિયલ મીડિયા દ્વારા પોતાના કાર્યક્રમોની ઝાંખી બતાવતા રહે છે.

Niraj Patel