PSM 100માં ગીતાબેન રબારીની મુલાકાત બની ખુબ જ યાદગાર, તસવીરોમાં જોવા મળી તેમના ચહેરા પરની અનેરી ચમક.. જુઓ

પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવને જોઈને ભાવ વિભોર બન્યા કચ્છી કોયલ ગીતાબેન રબારી, જુઓ તસવીરો અને વીડિયો

સતત 1 મહિના સુધી અમદાવાદના ઓગણજમાં ચાલી રહેલા પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ આખી દુનિયા માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે આ મહોત્સવમાં લાખો લોકો રોજ ઉમટી રહ્યા છે. ફક્ત ગુજરાતના જ નહિ પરંતુ દેશ વિદેશના લોકો પણ આ મહોત્સવમાં ભાગ લેવા માટે ઉત્સાહભેર આવી રહ્યા છે.

ત્યારે આ મહોત્સવમાં કચ્છી કોયલ તરીકે જાણીતા બનેલા ગીતાબેન રબારીએ પણ મુલાકાત લીધી હતી. આ દરમિયાન ગીતાબેન રબારી પારંપરિક પરિવેશમાં સજ્જ થઈને આ મહોત્સવમાં જોવા મળ્યા હતા. તેમના આવતા જ ચાહકો પણ તેમની સાથે સેલ્ફી લેવા અને તેમની એક ઝલક જોવા માટે આતુર થઇ ગયા હતા.

મહોત્સવમાં ગીતાબેને મીડિયા સાથે પણ વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે “આ પ્રસંગ અદભુત છે. અહીં આવીને ખૂબ આનંદ થાય છે. અહીં જેટલા પણ હરિભક્તો આવ્યા છે તેમને મારા જય સ્વામીનારાયણ. અદભુત નજારો છે. જેટલા પણ નથી આવ્યા તેમને એટલું કહીશ કે પ્રમુખ સ્વામી મહારાજના ચરણોમાં દર્શન કરો અહીંયાનો નજારો જુઓ.”

ગીતાબેને એમ પણ કહ્યું કે, “તમારા બાળકોને મજા આવશે. તમને પણ મજા આવશે.ઘણું બધું શીખવા જેવું છે અહીંયા. અહીંયાનો તમામ નજારો અદભુત છે, પરંતુ ખાસ અહીંયા વ્યવસ્થા જોઈએ તો બહુ જ સરસ છે. ભાવિક ભક્તોએ જે વ્યવસ્થા કરી છે તે આવીને જોવી જોઈએ. તે ખુબ જ સુંદર છે. જે વિદ્યાર્થીઓ મેનેજમેન્ટ ભણી રહ્યા છે તેમને પણ અહીંયાથી કંઈક શીખવા મળશે.”

ગીતાબેને આગળ એમ કહ્યું કે અહીંયા આવીને શાંતિનો અનુભવ થાય છે. પ્રમુખસ્વામીની વાતને યાદ કરતા ગીતાબેને એમ પણ કહ્યું કે જેમ પ્રમુખસ્વામી કહેતા કે આપણે આપણા માટે નહિ પરંતુ બીજા માટે આપણું જીવન અર્પિત કરવું જોઈએ. આપણે પરિવારનું વિચારીએ છીએ પરંતુ આપણે માનવધર્મનું વિચારવું જોઈએ. આપણે નાત જાતના ભેદભાવ મૂકી અને સનાતન ધર્મ છે એવી રીતે વર્તવું જોઈએ.”

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

ત્યારે ગીતાબેન રબારી માટે પણ આ મુલાકાત ખુબ જ યાદગાર બની ગઈ હોય તેમ દેખાઈ રહ્યું છે. આ પહેલા પણ ઘણા બધા સેલેબ્સ આ મહોત્સવની મુલાકાત લઇ ચુક્યા છે અને હજુ આ મહોત્સવ 15 જાન્યુઆરી સુધી ચાલવાનો છે ત્યારે દેશ વિદેશમાંથી ઘણા નામી અનામી લોકો આ મહોત્સવમાં સહભાગી બનશે.

ગીતાબેન રબારીએ સ્વામિનારાયણ મહોત્સવમાં પોતાના સુરનો જાદુ પણ લહેરાવ્યો હતો. હજારો લોકોની જનમેદની સામે ગીતાબેન રબારીએ સ્વામીનારાયણ ભગવાનનું કીર્તન “જીવું છું રસીલા તારા મુખડાને જોઈને.” લલકાર્યું હતું ત્યારે સભા મંડપમાં બેઠેલા ભક્તો પણ ભાવવિભોર બન્યા હતા.

Niraj Patel