પંચમહોત્સવમાં ગીતાબેન રબારીએ બોલાવી રમઝટ, જુઓ કાર્યક્રમ પહેલા અને પછીનો ગીતાબેનનો લુક અને આઉટફિટ, ફેન્સે આપ્યો પ્રેમ

પંચમહાલના હાલોલમાં આવેલ ચાંપાનેર-પાવાગઢ એક ઐતિહાસિક મહત્વ ધરાવતું પ્રવાસન મથક છે, અને તેને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકેનો પણ દરજ્જો આપવામાં આવ્યો છે. ત્યારે વર્ષ 2015થી દર વર્ષે હાલોલના વડા તળાવ ખાતે પંચમહોત્સવનું આયોજન કરવામાં આવે છે.

આ વખતે 8માં તબક્કાના પંચમહોત્સવનો શાનદાર અને ભવ્ય પ્રારંભ ગુજરાતના આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રોઢ શિક્ષણ મંત્રી ડૉ.કુબેરભાઈ ડિંડોરના હસ્તે કરાવવામાં આવ્યો હતો. પાવાગઢ પંચમહોત્સવના પહેલા દિવસે પંચમહાલ જિલ્લા પ્રભારી અને રાજ્યના શિક્ષણમંત્રી કુબેર ડીંડોરે મહોત્સવને ખુલ્લો મુક્યો અને સાંજે ક્રાફટ બજાર અને ફૂડ ઝોન ખુલ્લો મુકવામાં આવ્યો.

જે બાદ મંત્રીએ ટેન્ટ હાઉસની મુલાકાત લીધી. આ દરમિયાન રાત્રે ગીત સંગીતનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, આ દરમિયાન એટલે કે 2 જાન્યુઆરી 2025ના રોજ કચ્છી કોયલ તરીકે જાણિતા ગીતાબેન રબારી અને તેમની ટીમે લાઇવ પરફોર્મન્સ આપ્યુ હતુ. આ કાર્યક્રમની પ્રેક્ટિસ-તૈયારી વખતે ગીતાબેનનો લુક જોવાલાયક હતો.

તેમણે વ્હાઇટ ટીશર્ટ અને બ્લેક જીન્સ પહેર્યુ હતુ, સાથે વાળને હાફ પોનીમાં કેરી કર્યા હતા. ગીતાબેન રબારીએ આ દરમિયાનની કેટલીક તસવીરો પણ શેર કરી છે. આ પછી ગીતાબેને કાર્યક્રમ દરમિયાનના કેટલાક મોમેન્ટ્સ પણ શેર કર્યા, જેમાં તેઓ પારંપારિક આઉટફિટમાં લોકોને તેમના સૂરે ઝૂમાવતા જોવા મળ્યા.

જણાવી દઇએ કે, લોકપ્રિય ગાયિકા ગીતાબેન રબારી આજે કોઈ ઓળખના મોહતાજ નથી. તેમને પોતાની સુમધુર ગાયિકથી ના માત્ર ગુજરાતમાં જ પરંતુ દેશ અને દુનિયામાં પોતાનું નામ ગુંજતું કર્યું છે. ગીતાબેન રબારી કચ્છી કોયલના હુલામણા નામથી પણ જાણિતા છે. તેમના કાર્યક્રમો જ્યાં પણ હોય ત્યાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા હોય છે.

Shah Jina