પોતાના સુરીલા અવાજથી ગુજરાતીઓનું દિલ જીતનાર કચ્છી કોયલ ગીતાબેન રબારીને આજે કોઇ ઓળખની જરૂર નથી. તેઓ લગભગ દરેક ગુજરાતીના મોઢા પર રમતું એક મોટું નામ બની ગયા છે. ગીતાબેને તેમના અવાજથી માત્ર ગુજરાતના લોકોને જ નહિ પણ દેશ અને વિદેશના લાખો કરોડો ગુજરાતીઓને પોતાના દીવાના બનાવી દીધા છે. ગીતાબેન જ્યાં પણ કાર્યક્રમો કરે છે, ત્યાં મોટી સંખ્યામાં શ્રોતાગણો ઉપસ્થિત રહેતા હોય છે. તે ખાલી ગુજરાતમાં જ નહિ પણ વિદેશમાં પણ કાર્યક્રમો કરે છે.
ગીતાબેન રબારી સોશિયલ મીડિયામાં ખુબ જ એક્ટિવ રહે છે અને તેમની અવનવી તસવીરો અવાર નવાર શેર કરતા રહે છે. તેઓ આ તસવીરોમાં તેમના રોજીંદા જીવનની ઝલક સાથે સાથે તેમના કાર્યક્રમોની પણ ઝલક બતાવતા રહે છે. ત્યારે હાલમાં જ મકરસંક્રાતિના તહેવાર નિમિત્તે ગીતાબેને તેમની કેટલીક તસીવરો શેર કરી છે, જેમાં તેઓ પતંગ ઉડાવવાની સાથે ચિક્કીનો પણ આનંદ માણતા જોઇ શકાય છે. મકરસંક્રાતિના તહેવાર નિમિત્તે ગીતાબેન રબારીએ અમદાવાદમાં મજા કરી હતી.
તેઓએ મકરસંક્રાતિની ઘણી તસવીરો શેર કરી છે, જેમાંથી એક તસવીરમાં તેઓ પતંગ સાથે પોઝ આપતા તો એક તસવીરમાં ફીરકી સાથે પોઝ આપતા જોઇ શકાય છે. આ સિવાય એક તસવીરમાં તે ચિક્કીનો આનંદ ઉઠાવતા પણ જોઇ શકાય છે. તસવીરમાં ગીતાબેન યલો ટોપ અને ડેનિમ જીન્સમાં જોઇ શકાય છે. આ ઉપરાંત તેમણે આ સાથે યલો જેકેટ પણ કેરી કર્યુ છે અને બ્લેક ગોગલ્સ પણ પહેર્યા છે. તેઓ કેમેરા સામે જોઇ અલગ અલગ પોઝ આપતા તસવીરોમાં જોવા મળી રહ્યા છે.
જણાવી દઇએ કે, 15 જાન્યુઆરીએ જ પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની પૂર્ણાહૂતિ થઇ છે અને આ મહોત્સવમાં ઘણા નામી અનામી કલાકારો પણ પહોંચ્યા હતા. કચ્છી કોયલ ગીતાબેન રબારીએ પણ PSM 100ની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેઓ પારંપરિક પરિવેશમાં સજ્જ થઈને પહોંચ્યા હતા. તેમના આવતા જ ચાહકો પણ તેમની સાથે સેલ્ફી લેવા અને તેમની ઝલક જોવા માટે આતુર થઇ ગયા હતા.
આ મહોત્સવમાં તેમણે મીડિયા સાથે પણ વાત કરી હતી અને જણાવ્યું હતું કે “આ પ્રસંગ અદભુત છે. અહીં આવીને ખૂબ આનંદ થાય છે. અહીં જેટલા પણ હરિભક્તો આવ્યા છે તેમને મારા જય સ્વામીનારાયણ. અદભુત નજારો છે. જેટલા પણ નથી આવ્યા તેમને એટલું કહીશ કે પ્રમુખ સ્વામી મહારાજના ચરણોમાં દર્શન કરો અહીંયાનો નજારો જુઓ.”ગીતાબેને એમ પણ કહ્યું કે, “તમારા બાળકોને મજા આવશે. તમને પણ મજા આવશે.ઘણું બધું શીખવા જેવું છે અહીંયા.
અહીંયાનો તમામ નજારો અદભુત છે, પરંતુ ખાસ અહીંયા વ્યવસ્થા જોઈએ તો બહુ જ સરસ છે. ભાવિક ભક્તોએ જે વ્યવસ્થા કરી છે તે આવીને જોવી જોઈએ. તે ખુબ જ સુંદર છે. જે વિદ્યાર્થીઓ મેનેજમેન્ટ ભણી રહ્યા છે તેમને પણ અહીંયાથી કંઈક શીખવા મળશે.”ગીતાબેને આગળ એમ કહ્યું કે અહીંયા આવીને શાંતિનો અનુભવ થાય છે.