યુવકોએ કર્યો ધડાકો: 10 વર્ષ સુધી સમલૈંગિક સંબંધોમાં કર્યું એકબીજાને ડેટ, ભારતીય પરંપરા અનુસાર કર્યા લગ્ન, હવે આપશે બાળકને જન્મ

આપણે ત્યાં એવું કહેવામાં આવે છે કે જોડીઓ ઉપરથી બનીને આવે છે. ધરતી ઉપર તો એકબીજા સાથે જોડાવવનું માત્ર નિમિત્ત હોય છે. ત્યારે હવે સમલૈંગિક સંબંધોના કિસ્સાઓ પણ સતત સામે આવી રહ્યા છે. સમલૈંગિક લોકો એકબીજા સાથે હવે કાયદેસર રીતે લગ્નના પવિત્ર બંધનમાં પણ બંધાઈ રહ્યા છે. આવી જ એક લવ સ્ટોરી છે સંજય અને ડગની. જે બંને છેલ્લા 10 વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા અને આખરે તેઓ એકબીજા સાથે જોડાઈ ગયા.

સંજયે આ વાતનો ખુલાસો કરતા જણાવ્યું હતું કે તે વર્ષ 2009માં મૅન્ચેસ્ટર પ્રાઇડમાં ડગને મળ્યો હતો અને તેને પહેલી નજરમાં જ તેને તેની સાથે પ્રેમ થઇ ગયો હતો. મીડિયા રિપોર્ટ પ્રમાણે આ જોડીએ પોતાના લગ્નમાં મેચિંગ શેરવાની પહેરી હતી. ડગ દ્વારા સંજયના રીતિ રિવાજો અને પરંપરાઓનું સન્માન કરવામાં આવ્યું કારણ કે તેની પાસે ભારત-બ્રિટેન વિરાસત છે.

કોર્ટમાં થયેલા લગ્નની અંદર બંનેએ એકબીજાના ગળામાં વરમાળા પહેરાવી હતી. ડગે જણાવ્યું હતું લે, “અમને પારંપરિક ભારતીય માળાઓ ખુબ જ પસંદ આવી, જેને અમે અમારી રજિસ્ટ્રીમાં એકબીજાને પહેરાવી. આ અમારી મા અને કેટલાક નજીકના મિત્રો દ્વારા હાથથી બનાવવામાં આવી હતી. જેમણે તેને એટલી ખાસ બનાવી દીધી.”

આ કપલ પોતાનો મોટાભાગનો સમય ટ્રાવેલિંગમાં પસાર કરે છે. અટાયર સુધી તે બંને ગ્રીસ અને ભારત સહીત 50થી વધારે દેશોની સફર કરી ચુક્યા છે. લગ્ન બાદ હવે તે બંને પોતાના જીવનમાં એક નાના બાળકનું વેલકમ કરી રહ્યા છે.

સંજયે આ બાબતે જણાવ્યું કે, “એક સમલૈંગિક જોડાની રીતે અમે ક્યારેય નહોતું વિચાર્યું કે આમારું કોઈ બાળક પણ થશે અને હાલમાં અમે સરોગેસીના માધ્યમથી અમારા જીવનની સૌથી મોટી યાત્રા શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. હવે અમે એક સમલૈંગિક જોડું છીએ અને પરિવાર બનાવવાના રસ્તા ઉપર છીએ.

તેમને પોતાના સરોગેટ એમ્બર સાથે એક તસ્વીર પણ પોસ્ટ કરી છે. ડગે લખ્યું છે કે, “મને પહેલીવાર અનુભવ થયો કે અમારું બાળક હલી રહ્યું છે અને આ હકીકતમાં સૌથી સુંદર પળ હતી.”

તેને આગળ જણાવ્યું કે, “અમારા માટે થોડો ખરાબ સમય ત્યારે હતો જયારે સંજય લોકડાઉનમાં યાત્રા પ્રતિબંધના કારણે તે અહીંયા નહોતો આવી શક્યો. પરંતુ અમને આશા હતી કે અમે જલ્દી જ સાથે હોઈશું. અમે હું જ ભાગ્યશાળી અનુભવી રહ્યા છીએ.”

પોતાના ટ્રાવેલિંગ અનુભવનો ખુલાસો કરતા તેમને જણાવ્યું કે, “અમારો રોમાંચ અમને લંડન, ઇસ્તંબુલથી ન્યુયોર્ક સુધી લઇ ગયા છે. કોરોના મહામારીએ અમારા માટે વસ્તુઓને વધારે કઠિન બનાવી દીધી હતી.

Niraj Patel