પ્રમુખ સ્વામી મહારાજ જન્મ શતાબ્દી મહોત્સવને લઈને બિઝનેસમેન ગૌતમ અદાણીનું સામે આવ્યું નિવેદન, જુઓ વીડિયોમાં શું કહ્યું ?
અમદાવાદમાં પ્રેમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના ભવ્ય શતાબ્દી મહોત્સવનું આયોજન ચાલી રહ્યું છે. આ મહોત્સવનું ઉદ્દઘાટન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મહંત સ્વામીના હસ્તે તા. 14 ડિસેમ્બરના રોજ કરવામાં આવ્યું હતું અને આ મહોત્સવ 15 જાન્યુઆરી સુધી ચાલવાનો છે, જેમાં રોજ લાખો લોકો ઉમટી રહ્યા છે અને 30 દિવસમાં કેલતાંય લાખ લોકો આ મહોત્સવમાં ભાગ લેવાના છે.
આ મહોત્સવમાં નેતાઓ, અભિનેતાઓથી લઈને દેશના જાણીતા ઉદ્યોગોપતિઓ પણ મુલાકાત લેવા માટે આવી રહ્યા છે. ત્યારે હાલમાં જ એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં દેશના જાણીતા ઉદ્યોગપતિ ગૌતમ અદાણી પણ આ ભવ્ય મહોત્સવ અને પ્રમુખ સ્વામીને લઈને કેટલીક ખાસ વાત જણાવી રહ્યા છે, સાથે જ તેમના અનુભવો પણ તે વ્યક્ત કરી રહ્યા છે.
પ્રમુખ સ્વામી મહારાજ વિશે ગૌતમ અદાણી જણાવી રહ્યા છે કે “આવા મેં વ્યક્તિ, મૃદુલ, સાદગીભર અને પ્રેમાળ નથી જોયા અને જયારે પણ એમને મળ્યા ત્યારે એક અનુભૂતિ તમે એક ભગવાનને મળ્યા હોય તે રીતેની થઇ હતી. એટલે હું જયારે જયારે તેમને મળ્યો છું ત્યારે એ અનુભવ મને થયો છે અને જે રીતે તમારા વોલિએન્ટર કામ કરે છે, એ હું વિચારી નથી શકતો કે બીજી કોઈ સંસ્થાની અંદર આ રીતે કામ થતું હોય.”
ગૌતમ અદાણી આગળ જણાવી રહ્યા છે કે, “આટલા બધા વોલિએન્ટર અને એકદમ શિક્ષિત એ કઈ રીતે આકર્ષિત થાય છે એ મારા માટે એક જિજ્ઞાસાનો વિષય છે. મારા હિસાબે આ દરેક વસ્તુની અંદર જે ભાવ પડેલો છે. જયારે કોઈપણ માણસ, કોઈપણ વસ્તુ, નાની કે મોટી એ ભાવ સાથે કરે તો એ ભાવ સાથે કરેલી વસ્તુનું જે રિઝલ્ટ આવે છે તે અદભુત હોય છે.”
View this post on Instagram
પોતાની વાતને આગળ વધારતા ગૌતમ અદાણીએ એમ પણ કહ્યું કે, “અને એજ તમે જે આખું નગર વસાવ્યું છે, એમાં એજ દેખવા મળે છે. કે જયારે એક વોલિએન્ટર એના ભાવ સાથે અને ભક્તિ સાથે કામ કરતો હોય છે, તો દરેક માણસ નાનું મોટું ગમે તે જે કામ હોય, એના ભાવ અને ભક્તિથી કરશે. તો એની અંદર એની સુંદરતા આવશે.”