આ 4 મોટા એક્ટર્સે રિજેક્ટ કર્યો હતો “અનુપમા” શો, જાણો કેવી રીતે મળ્યો ગૌરવ ખન્નાને અનુજનો રોલ ? આજે કરી રહ્યા છે ટીવીની દુનિયામાં રાજ

સ્ટાર પ્લસનો નંબર વન શો અનુપમા આ દિવસોમાં ઘણી પોપ્યુલારિટી હાંસિલ કરી રહ્યો છે. અનુપમા શોમાં દર્શકોની ફેવરેટ જોડી અનુજ અને અનુપમા છે. અનુજ અને અનુપમા ટીવીની દુનિયાના સ્ટાર કપલ બની ગયા છે. બંનેની જોડીને ચાહકો ખૂબ જ પસંદ કરે છે. અભિનેતા ગૌરવ ખન્ના આ દિવસોમાં ટીવીના નંબર વન શો ‘અનુપમા’માં અનુજ કાપડિયાના રોલમાં જોવા મળી રહ્યા છે. ‘અનુપમા’ ટેલિવિઝન પ્લેટફોર્મ પર દર્શકોની પહેલી પસંદ છે પરંતુ શું તમે જાણો છો કે ગૌરવ અનુજના પાત્ર માટે નિર્માતાઓની પહેલી પસંદ ન હતા. આ રોલ પહેલા ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીના ચાર મોટા કલાકારોને ઓફર કરવામાં આવ્યો હતો. પરંતુ તેઓએ આ રોલને ઠુકરાવ્યો અને તેનો સીધો ફાયદો ગૌરવ ખન્નાને થયો. શરૂઆતમાં આ રોલ ગુરમીત ચૌધરી, કરણ પટેલ, અરહાન બહેલ અને ગૌતમ ગુલાટીને ઓફર કરવામાં આવ્યો હતો.

ટેલી ચક્કરના અહેવાલ મુજબ, ગુરમીત ચૌધરીએ આ ઑફર ઠુકરાવી દીધી કારણ કે તે આ પાત્ર સાથે પોતાને રિલેટ કરી શકતો ન હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 4 એક્ટર્સના આ રોલને ઠુકરાવ્યા બાદ અનુપમાના નિર્માતાઓએ ગૌરવ ખન્નાનો સંપર્ક કર્યો. ગૌરવ ખન્નાએ અનુજનું પાત્ર એટલું સારી રીતે ભજવ્યું છે કે હવે તેણે દરેક ઘરમાં પોતાનું સ્થાન બનાવી લીધું છે. અનુજ અને અનુપમાની જોડીને ઘર-ઘરમાં પસંદ કરવામાં આવે છે. રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્નાએ પોતાના પાત્રોમાં જીવ રેડી દીધો છે. અનુજ અને અનુપમાની મીઠી લવસ્ટોરીને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. તો ચાલો જાણી લઇએ કે, ગૌરવ ખન્નાને આ રોલ કેવી રીતે મળ્યો.

1.ગુરમીત ચૌધરી : કહેવાય છે કે નસીબથી વધુ અને નસીબથી ઓછું કોઈને મળતું નથી. ગુરમીત ચૌધરી પર આ વાત તદ્દન બંધ બેસે છે. અહેવાલો અનુસાર, અનુપમાનો શો સૌથી પહેલા અભિનેતા ગુરમીત ચૌધરીને ઓફર કરવામાં આવ્યો હતો. પરંતુ તેણે આ માટે ના કહી અને કહ્યું કે તે આ પાત્ર સાથે સંબંધ બાંધવા માટે સક્ષમ નથી.

2.કરણ પટેલ : ટીવીનો મોસ્ટ પ્રોમિસિંગ અને ફેમસ એક્ટર કરણ પટેલ પણ અનુપમા શોમાં અનુજ કાપડિયાના પાત્ર માટે નિર્માતાઓની પસંદ રહ્યો છે. બોલિવૂડ લાઈફની રીપોર્ટ અનુસાર, અનુપમા શોમાં અનુજની ભૂમિકા માટે કરણ પટેલનો પણ સંપર્ક કરવામાં આવ્યો હતો, પરંતુ અંગત કારણોસર તેણે આ શો કરવાની ના પાડી દીધી હતી.

3.ગૌતમ ગુલાટી : લોકપ્રિય અભિનેતા અને બિગબોસ વિજેતા ગૌતમ ગુલાટીને કોણ નથી જાણતું. ગૌતમ ટીવીની દુનિયાનું એક મોટું નામ છે. રીપોર્લોટ અનુસાર, અનુપમા શોના નિર્માતાઓએ ગૌતમ ગુલાટીને પણ અનુજના રોલ માટે ઓફર કરી હતી. પરંતુ ગૌતમ ટીવીથી દૂર પોતાના ફિલ્મી કરિયર પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગતો હતો, તેથી તેણે અનુજનું પાત્ર ભજવવાની ના પાડી.

4.અરહાન બહલ : ટીવીના પોપ્યુલર શો ‘મન કી આવાઝ પ્રતિજ્ઞા’ ફેમ એક્ટર અરહાન બહલને પણ અનુજ કાપડિયાનો રોલ ઓફર કરવામાં આવ્યો હતો. પરંતુ અરહાને તેના અન્ય પ્રોજેક્ટ્સમાં વ્યસ્ત હોવાને કારણે શોને નકારી કાઢ્યો હતો.

આ 4 કલાકારોએ અનુજનો રોલ રિજેક્ટ કર્યા પછી ગૌરવ ખન્નાને આ રોલ મળ્યો અને આ શોએ તેને ટીવીનો મોટો સ્ટાર બનાવી દીધો. શોમાં ગૌરવ ખન્નાના પાત્રના ચાહકો દિવાના બની ગયા છે.

Shah Jina