બોલિવુડ દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની મોત બાદ જયારથી Drgએંગલ સામે આવ્યો છે, ત્યારથી NCB આ મામલે કાર્યવાહી કરી રહી છે. Drg કેસમાં ઘણા લોકોની ધરપકડ કરવામાં આવી છે તેમજ ઘણા ટીવી અને બોલિવુડ સ્ટાર્સની પૂછપરછ પણ કરવામાં આવી છે. ત્યારે હવે Drgકેસ મામલે ફરી એકવાર NCBએ મોટી કાર્યવાહી કરી છે. ટીવી અભિનેતા ગોરવ દીક્ષિતની એંગલમાં NCBએ ધરપકડ કરી છે.
આ વર્ષે અભિનેતા એજાઝ ખાનથી પૂછપરછ દરમિયાન ગૌરવ દીક્ષિતનું નામ સામે આવ્યુ હતુ. NCBની ટીમે મુંબઇમાં ગૌરવના ઘરે આ વર્ષે એપ્રિલમાં રેડ કરી હતી. રેડ દરમિયાાન ગૌરવના ઘરેથી MD, MDMA અને Chrss મળ્યુ હતુ. રેડ દરમિયાન ગૌરવ ઘરે હાજર ન હતો અને NCBને ફ્લેટ પર જોઇ તે નીચેથી જ ભાગી ગયો હતો. ગૌરવ ભોપાલના રહેવાસી છે અને પાવર ઇલેક્ટ્રિકલમાં એન્જીનિયરિંગ કર્યુ છે. બાદમાં તેમણે મોડલિંગ તરીકે શરૂઆત કરી અને અભિનેતા બની ગયા.
NCBએ મુંબઇના સૌથી મોટા સપ્લાયર ફારૂખ બટાટાનાા દીકરા શાદાબ બટાટાની ધરપકડ કરી હતી અને લગભગ 2 કરોડ રૂપિયાનું Drgજપ્ત કર્યુ હતુ. શાદાબ બટાટા પર મુંબઇની બોલિવુડ સેલિબ્રિટીઝને સપ્લાય કરવાનો આરોપ છે.
ગૌરવ દીક્ષિત એક ટીવી કલાકાર છે અને ફિલ્મોમાં નાના મોટા રોલ નિભાવી ચૂક્યા છે. ગૌરવે ટીવી ધારાવાહિક “સીતા-ગીતા”માં કામ કર્યુ છે. આ ઉપરાંત તેઓ ઘણા ટીવી શોમાં નજર આવ્યા છે.
NCB arrested TV actor Gaurav Dixit after MD and Charas was recovered from his residence in a raid. He has been arrested in connection with the interrogation of actor Ajaz Khan: Narcotics Control Bureau#Mumbai
— ANI (@ANI) August 27, 2021