સનાતન ધર્મઃ આ ધર્મ તમે લઇ જાય છે નરકના દ્વાર! જાણો તેના પ્રકાર

કેટલા છે નરક? ક્યા કર્મ કરવાથી મળે છે કેવુ નરક?

પિતૃપક્ષના પૂર્વજોની ઉપાસનાનું પર્વ ઉજવવામાં આવે છે. આ પક્ષની અવધિ ચાલુ છે અને આ અવસર પર પૂર્વજો સાથે જોડાયેલી ગરુડ પુરાણની માન્યતાઓ વિશે વાત કરીએ. સનાતન ધર્મની માન્યતાઓ અનુસાર, વ્યક્તિને મૃત્યુ બાદ સ્વર્ગની કે નરકની પ્રાપ્તિ થાય અથવા તો જીવિત અવસ્થામાં વ્યક્તિ કરેલા કાર્યો દ્વારા કર્મો નક્કી થાય છે. ગરુડ પુરાણમાં તેના વિશે વિસ્તારમાં જણાવવમાં આવ્યું છે. ગરુડ પક્ષીને ભગવાન વિષ્ણુનું વાહન માનવામાં આવે છે અને શ્રીહરિના સ્વયં જીવન, મૃત્યુ, સ્વર્ગ, નરક અને પુનર્જનમ વિશે જણાવ્યું છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે, નરકના કેટલા પ્રકાર છે અને ક્યા કર્મો માટે વ્યક્તિને કેવું નરક મળે છે. તેના વિશે વિગતે માહિતી મેળવીએ….

નરકના પ્રકાર
ગરુડ પુરાણમાં એક પ્રસંગમાં કહેવામાં આવ્યું છે કે, નરકમાં પાપી પુરુષોને અંદર અંદર લડતા જોઇને યમદૂત તેમને ઘોર નરકવાળા સ્થાનમાં મોકલે છે. ગરુડ પુરાણમાં કુલ 84 લાખ નરક કહેવામાં આવે છે અને તેમાંથી 21 નરકને ઘોર નરક કહેવામાં આવ્યા છે. તેમાં તામિસ્ત્ર, લોહશંકુ, મહારૌરવ, શાલ્મલી, રૌરવ, કુડમલ, કાલસૂત્ર, પૂતિમૃત્તિક, સંઘાત, લોહિતોદ, સવિષ, સંપ્રતાપન, મહાનિરય, કાજોલ, સંજીવન, મહાપથ, અવીચિ, અંઘતામિસ્ત્ર, કુંભીપાક, સંપ્રતાપન અને તપન 21 ઘોર નરક છે. આ નરકના અનેક પ્રકારની યાતનાઓથી ભરેલો હોય છે અને તેમાં એક નહીં પરંતુ ઘણા યમદૂત પણ હોય છે. જે નરક ભોગનારને યાતનાઓ માટે હોય છે.

આવા સ્ત્રી-પુરુષ ભોગવે છે નરક
ગરુડ પુરાણમાં જણાવ્યું કે, જે સ્ત્રી અને પુરુષ અનૈતિક રુપથી કામ-વાસનામાં લિપ્ત રહે છે. પુણ્ય તિથીઓમાં, વ્રતમાં, શ્રાદ્ધના દિવસોમાં સંબંધ બનાવે છે. તે પાપનો ભાગી બનીને તામિસ્ત્ર, અંધતામિસ્ત્ર અને રૌરવ નામના નરક ભોગવે છે.

ફક્ત પોતાનું પેટ ભરનારા
એવા વ્યક્તિડે ઉશ્વરને નિમિત્ત દાન ન કરીને ફક્ત પોતાના કુટુંબીજનોનું જ પેટ ભરે છે. એવા વ્યક્તિ નરકનો ભાગીદાર બને છે. તેવા વ્યક્તિને કુડ્મલ, કાલસૂત્ર,પૂતિમૃત્તિક જેવા નરક ભોગવા પડી શકે છે. શ્રીમદ્ ભગવત ગીતામાં શ્રીકૃષ્ણએ કહ્યું છે કે, જે મને ધ્યાન કર્યા વિના અને ભુખ્યાની સહાયતા કર્યા વિના સ્વયં બોગ કરે છે તે ચોર છે, તે દંડના અધિકારી છે.

આ પ્રકારે વેર-ભાવ રાખનારા
એવા વ્યક્તિ જે ખોટા રસ્તા પર ચાલીને બીજા સાથે વેરભાવ રાખનાર પોતાનું અને પોતાના પરિવારનું પેટ ભરે છે. એવા મૃત્યુ બાદ એકલા જ એકાકી નરકમાં જાય છે. તેમની સાથે કોઇ જ હોતું નથી.

ઇશ્વરને ભુલી જનાર વ્યક્તિ
એવા વ્યક્તિ જે ઇશ્વરને ભૂલીને ફક્ત પોતાના કુંટુંબીજનોના ભરણ પોષણમાં લાગેલું રહે છે. તે કોઇ સાધુ સંતોને દાન કરતુ નથી. તેવા વ્યક્તિ નરકમાં જઇને જીવ ભોગ બને છે અને દુઃખી થાય છે.

અધર્મી વ્યક્તિની સાથે આવું થાય છે
મનુષ્ય જે અધર્મ કામ કરીને પોતાના પરિવાર માટે ધન સંચય કરે છે. તેવામાં વ્યક્તિનું ધન તેના જીવનકાળમાં જ લુટાઇ જાય છે અને મૃત્યુ બાદ સૌ નરકને ભોગીને અંતમાં અંધતામિસ્ત્ર નરકમાં જાય છે.

ઉધાર લઇને ન ચુકાવનાર
જે લોકો બીજા પાસેથી ઘન લઇને તેને પોતાનું સમજે છે કે પાછું નહીં આપે તો શું બગડી જશે. તેઓએ સમજી જવું કે, લોકની ઉપર પણ કોઇ છે જે બધુ જુએ છે. આ લોકોએ ઉપર હિસાબ આપવો પડે છે. મૃત્યુ બાદ જ્યારે બંને પક્ષો મળે છે ત્યારે જે ધન લઇને મરે છે ત્યારે પોતાનું ધન માંગે છે. બંને વચ્ચેના વિવાદને જાણીને યમદૂત ધન લેનારનું માંસ કાપીને જેનું ધન લઇને તે મર્યા હતા, આ સમયે તે વ્યક્તિને કષ્ટથી છટપટાવતો હોય છે. આવા વ્યક્તિને રૌરવ નરકમાં જાય છે.

YC