સતત 5 દિવસ સુધી સુમસાન અને વેરાન આઇલેન્ડ ઉપર 2 લીંબુ અને કોલસો ખાઈને જીવતો રહ્યો આ વ્યક્તિ, કહાની જાણીને હચમચી જશો

ફિલ્મોની અંદર આપણે ઘણીવાર એવા સીન જોતા હોઈએ છીએ જેમાં હીરો કે હિરોઈન અથવા તો બંને કોઈ સુમસાન આઇલેન્ડ ઉપર ભૂલા પડી જાય છે અને પછી મદદ માટે પ્રયાસો કરતા હોય છે, આ દરમિયાન તેમને ખાવા માટે પણ કેવી કેવી પરિસ્થિતિનો સામનો કરવો પડતો હોય છે તે પણ આપણે જોયું છે, ત્યારે હાલ એક એવી ફિલ્મો જેવી ઘટના હકીક્તમાં પણ બની છે, જેમાં એક વ્યક્તિ 5 દિવસ સુધી સુમસામ આઇલેન્ડ ઉપર 2 લીંબુ અને કોલસા ખાઈને જીવે છે.

આ ચમત્કાર બ્રાઝિલના રિયો શહેરમાં થયો હતો, જ્યાં એક વ્યક્તિ તોફાની દરિયાઈ મોજાઓમાં વહી ગયો હતો. જે પછી આ વ્યક્તિએ તે નિર્જન ટાપુમાં પોતાનો જીવ બચાવવા માટે બનતું બધું કર્યું. હકીકતમાં, જ્યારે તેને તરસ લાગી ત્યારે તેણે દરિયાનું ખારું પાણી પીધું. તેણે દરિયાના મોજા સામે લડીને પોતાની જગ્યાએ પાછા ફરવાનો પ્રયાસ કર્યો પણ તે નિષ્ફળ ગયો.

51 વર્ષીય નેલ્સન નેડી, રિયો ડી જાનેરોના ગ્રુમારી બીચ પર હતા, સમુદ્રના તેજ અને મજબૂત મોજાઓ તેને પાણીમાં વહાવીને લઇ ગયા. તે ડૂબવાથી બચવા માટે લગભગ 3 કિમી સુધી દરિયામાં તર્યો હતો. પાલમાસ ટાપુ પર તરંગોએ તેમને ઘણા માઈલ દૂર ખેંચ્યા. જ્યાં તે પાંચ દિવસથી એકલો ફસાયેલો હતો.

ડેઈલી મેલમાં છપાયેલા અહેવાલ અનુસાર, જ્યારે તેને નિર્જન ટાપુમાં ભૂખ લાગી ત્યારે તેણે લીંબુ અને કોલસાથી પેટ ભર્યું જે કદાચ કોઈએ ત્યાં છોડી દીધું હશે. નેલ્સને કહ્યું, ‘ત્યાં બીજું કંઈ નહોતું, પછી મેં એક ગુફા જોઈ. બીજા દિવસે મને લાગ્યું કે હું પોતે ઠીક છું, પછી મેં તે ટાપુ પર હાજર વસ્તુઓની તપાસ કરવાનું શરૂ કર્યું, પછી એક તંબુ મળ્યો જેની અંદર બે લીંબુ જમીન પર રાખવામાં આવ્યા હતા, જે મેં તેને નારંગીનું ફળ માનીને થોડું થોડું ખાધું.

તેને જણાવ્યું કે તેણે ટીવી પર વાંદરાઓને કોલસો ખાતા જોયા છે. તેથી જ તેણે કોલસો ખાઈને પેટ પણ ભર્યું. મીડિયા સાથે વાત કરતા તેણે કહ્યું કે તે હંમેશા તેના મગજમાં રહ્યુ કે તેને બચાવી લેવામાં આવશે અને તેના સાથીદારો અને વહીવટીતંત્રના લોકો તેને એક યા બીજા દિવસે ચોક્કસપણે શોધી લેશે. પોતાની વાર્તા સંભળાવતા તેણે આગળ કહ્યું, ‘મને તંબુમાં એક ધાબળો મળ્યો, જેને મેં હલાવવાનું શરૂ કર્યું જેથી કોઈ જોઈ શકે. મેં ગ્રુમારી તરફ તરીને પાછા જવાનો પ્રયત્ન કર્યો પણ દરિયાના મોજા મને હંમેશા પાછળ ધકેલી દેતા.

પાંચ દિવસ પછી મેં એક મોટરબોટ જોઈ જેમાં કેટલાક લોકો હતા. પછી મેં મારું ટી-શર્ટ હવામાં લહેરાવવાનું શરૂ કર્યું. નેલ્સને વધુમાં જણાવ્યું કે બોટ પર સવાર લોકોએ પ્રશાસનને જાણ કરી. તેમની મદદ બાદ તેમને એરલિફ્ટ કરીને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં પ્રાથમિક સારવાર બાદ તેને રજા આપવામાં આવી હતી.

Niraj Patel