બાપ્પાના ચરણસ્પર્શ કરતા જ આશીર્વાદ આપવા માટે ઉભા થઇ જાય છે ગણપતિ, વાયરલ વીડિયોએ લોકોને પણ હેરાનીમાં મૂકી દીધા, જુઓ

દેશભરમાં હાલ ગણેશોત્સવ ધામધૂમથી ઉજવામમાં આવી રહ્યો છે, ઠેર ઠેર બનાવવામાં આવેલા ગણપતિના પંડાલોમાં પણ ભાવિક ભક્તો દર્શન કરવા માટે જઈ રહ્યા છે, ત્યારે ઘણા લોકો દુનિયાભરમાં પ્રખ્યાત એવા લાલ બાગ ચા રાજાના દર્શન કરવા માટે મુંબઈ પણ જાય છે અને બાપ્પાના આશીર્વાદ લઈને પાવન પણ બનતા હોય છે. ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ કારીગરોએ બાપ્પાની એવી એવી પ્રતિમાઓ બનાવી છે જેને જોઈને આપણે પણ નટ મસ્તક થઇ જઈએ.

હાલ એવી જ એક બાપ્પાની પ્રતિમાનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં એક વ્યક્તિ બાપ્પાના ચરણ સ્પર્શ કરતા જ બાપ્પા ઉભા થઇ જાય છે અને ચરણસ્પર્શ કરનારા વ્યક્તિને આશીર્વાદ પણ આપે છે. આ ગણપતિની મૂર્તિમાં ટેકનોલોજીની અજાયબી દર્શાવવામાં આવી હતી. આ વીડિયો સૌને ખુબ જ પસંદ આવી રહ્યો છે.

વાયરલ વીડિયોમાં જેવા ભક્તે ગણપતિના ચરણ સ્પર્શ કર્યા કે તરત જ બાપ્પાએ સિંહાસન પરથી ઉભા થઈને ભક્તને આશીર્વાદ આપ્યા. હર્ષ ગોએન્કાએ આ વીડિયો પોતાના ટ્વિટર હેન્ડલ પર શેર કર્યો છે. આ 9 સેકન્ડનો વિડિયો જોઈને તમને પણ એવું લાગશે કે જાણે ભગવાન ગણેશ ખરેખર તમારા માથા પર પોતાનો હાથ મૂકી રહ્યા છે. તેમને તેમના ભક્તો પ્રત્યે કેટલી કરુણા છે તે બતાવવા માટે આ વિડીયો પૂરતો છે.

ગણેશ ઉત્સવમાં ટીવી જગતના લોકોએ ખૂબ જ ધામધૂમથી ગણપતિની પૂજા કરી હતી. મોટાભાગના સેલેબ્સના ઘરમાં ગણપતિની પૂજા કરવામાં આવી હતી. આ સાથે ઇકો ફ્રેન્ડલી ગણપતિનો સંદેશ પણ આપવામાં આવ્યો હતો. આ વર્ષે નવા પ્રકારની ગણપતિની મૂર્તિઓ બજારમાં આવી છે.

એવી ઘણી હસ્તીઓ હતી જેમણે ઘરે ગણપતિ બનાવીને ઇકો-ફ્રેન્ડલીનો સંદેશ આપ્યો હતો. આવી સ્થિતિમાં સાઉથ અભિનેત્રી ટીના દત્તાનો એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. તેમણે બિસ્કિટ અને લાલ આખા મરચાથી ઘરે ગણપતિની મૂર્તિ બનાવી છે. જે લોકોને ખૂબ જ ગમે છે. ઘણા લોકો આ ક્રિએટિવ ગણપતિની પણ પ્રસંશા કરી રહ્યા છે.

Niraj Patel