હવે ફેમસ કોરિયોગ્રાફર ગણેશ આચાર્ય પર પણ ચઢ્યો “કાચા બદામ”નો ફીવર, વીડિયો જોઇ લોકો બોલ્યા- આ સૌથી હટકે છે

સોશિયલ મીડિયા પર દરરોજ કંઇક ને કંઇક વાયરલ થાય છે, જે પાછળથી દરેકની જીભ પર ચડી જાય છે. આવું જ એક બંગાળી ગીત છે કાચા બદામ, જેના પ્રત્યે લોકોનો ક્રેઝ અટકવાનું નામ નથી લઈ રહ્યો. આ ગીતનો ફિવર બધા પર છે. સોશિયલ મીડિયા પર લોકો આ ગીત પર જોરદાર રીલ બનાવી રહ્યા છે. આ ફિવર બોલિવૂડ સુધી પણ પહોંચી ગયો છે. બોલિવૂડના ફેમસ ડાન્સ કોરિયોગ્રાફર ગણેશ આચાર્ય પણ આ ગીત પર પોતાની સ્ટાઈલમાં ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

આ વીડિયોમાં ગણેશ આચાર્ય ધમાકેદાર ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે. તેમની પાછળ ચાર છોકરીઓ પણ છે, જે ડાન્સ સ્ટેપ્સને ફોલો કરી રહી છે. આ શાનદાર ડાન્સ વિડીયો ગણેશ આચાર્યએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે અને લખ્યું છે કે હું મારી સ્ટાઈલમાં સોશિયલ મીડિયા પર ચાલી રહેલા ટ્રેન્ડને મેચ કરવાનો પ્રયાસ કરી રહ્યો છું. તેમના ડાન્સની આ અલગ સ્ટાઈલને પણ લોકો પસંદ કરી રહ્યા છે.

ગણેશ આચાર્યના આ ડાન્સ વીડિયોને અત્યાર સુધીમાં 11.8 મિલિયન એટલે કે 18 મિલિયન વખત જોવામાં આવ્યો છે, જ્યારે 6 લાખ 41 હજાર લોકોએ આ વીડિયોને લાઈક પણ કર્યો છે.  એક યુઝરે લખ્યું , ‘યે સબસે હટકે હૈ’, જ્યારે અન્ય યુઝરે કોમેન્ટ કરી છે કે, ‘આ ગીત પર આ અત્યાર સુધીનો સૌથી શ્રેષ્ઠ ડાન્સ છે’. એક અન્ય યુઝરે લખ્યું કે, ‘આ વીડિયો પછી ટ્રેન્ડ બદલાઈ ગયો છે’, જ્યારે એક યુઝરે ગણેશ આચાર્યના ડાન્સને જોયા બાદ કહ્યું છે કે, ‘આને લિજેન્ડ કહેવાય’.

 

View this post on Instagram

 

A post shared by Ganesh Acharya (@ganeshacharyaa)

વાયરલ ગીત ‘કાચા બદામ’ ભુબુમ બદ્યાકર નામના એક સાદા મગફળી વેચનાર દ્વારા ગાવામાં આવ્યુ છે. ભુબુમ બદ્યાકર, જે પશ્ચિમ બંગાળના બીરભુમના રહેવાસી છે, તે આ ગીતથી રાતોરાત ઈન્ટરનેટ સેન્સેશન બની ગયા હતા અને હવે તેણે હરિયાણવી મ્યુઝિક વીડિયોમાં પણ પરફોર્મ કર્યું છે!  ‘કાચા બદામ’ ગીત આ દિવસોમાં ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે. આ ગીત પર ઘણી સેલિબ્રિટીઓ ઇન્સ્ટાગ્રામ રીલ બનાવી રહ્યા છે.

Shah Jina