ગાંધીનગર ઈન્ટેલિજન્સ બ્યુરોના નાયબ પોલીસનું હાર્ટ એટેકથી મૃત્યુ, હાર્ટ એટેકથી બચવું હોય તો જુઓ ટિપ્સ વીડિયોમાં
Gandhinagar DySp Dies Prematurely Of Heart Attack : ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેકના મામલાઓમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. છેલ્લા થોડા સમયમાં જ ઘણા લોકો હાર્ટ એટેકના કારણે મોતને ભેટ્યા છે તો તેમાં મોટાભાગના યુવાનો પણ સામેલ છે, જે પણ એક ચિંતાનો વિષય છે, ત્યારે હાલ એક હાર્ટ એટેકની ઘટના ગાંધીનગરમાંથી સામે આવી છે. જ્યાં એક પોલીસ અધિક્ષકના મોતના કારણે પોલીસ બેડામાં શોકનો માહોલ ફરી વળ્યો છે.
આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર ગાંધીનગર પોલીસ ભવન ખાતે ઇન્ટેલિજન્સ વડી કચેરીમાં નાયબ પોલીસ અધિક્ષક તરીકે ફરજ બજાવી રહેલા 48 વર્ષીય એસ એન ચૌધરીને ગત રોજ હૃદય રોગનો હુમલો આવવાના કારણે તમેનું અકાળે અવસાન થયું છે. વહેલી સવારે જ તેમને અચાનક છાતીમાં દુખાવો થવાના કારણે પરિવાર તેમને કુડાસણ ખાતે આવેલી હોસ્પિટલમાં સારવાર માટે લઇ ગયો હતો. પરંતુ ત્યાં તબીબે તેમને મૃત જાહેર કરતા જ પરિવારમાં શોક ફરી વળ્યો.
આ બનાવને લઈને ઇન્ફોસિટી પોલીસે અકસ્માતને મોતનો ગુન્હો દાખલ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. સંજયભાઈ ચૌધરી મૂળ વિસનગર તાલુકાના ડડીયાળ ગામના વતની હતા અને તેઓ વર્ષ 2007ના નાયબ પોલીસ અધિક્ષક બેચમાંથી હતા. ગતરોજ રાત્રીના સમયે એસ એન ચૌધરી સહીતનો પરિવાર સુઈ ગયો ત્યારે વહેલી પરોઢિયે તેમને અચાનક છાતીમાં દુખાવો શરૂ થવાના કારણે કુડાસણમાં આવેલી રાધે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા.
જ્યાં સવારે 4.50 કલાકે તબીબે તેમને મૃત જાહહેર કર્યા હતા. ઘટના અંગેની જાણ થતા જ પોલીસ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. તેમજ ઇન્ફોસિટી પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવીને જરૂરી કાર્યવાહી કર્યા બાદ અધિકારીના મૃતદેહને ગાંધીનગર સિવિલ ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો.