ગાંધીનગર મનપાની વેબસાઈટ તુર્કી હેકર દ્વારા હેક કરી લેવામાં આવી હતી, અને પછી જે લખ્યું તે જાણીને હેરાન રહી જશો

દુનિયાભરમાં ઘણા બધા એવા હેકરો છે, જે વેબસાઇટને હેક કરી લેતા હોય છે, આવા ઘણા કિસ્સાઓ સામે આવતા રહે છે, ત્યારે હાલ ખબર ગુજરાતની રાજધાની ગાંધીનગરમાંથી સામે આવી છે, જેમાં ગાંધીનગર મહા નગર પાલિકાની વેબસાઈટ તુર્કી હેકર આર્મી દ્વારા હેક કરી લેવામાં આવી હતી.

આ બાતે પ્રાપ્ત માહિતી અનુસાર ગાંધીનગર મહાનગરપાલિકાની ઓફીસિયલ વેબસાઈટ ગત રવિવારના રોજ તુર્કીના હેકર્સે હેક કરતાં દોડધામ મચી ગઈ હતી. હેકર્સો દ્વારા મનપાનું હોમ પેજ હેક કરીને તેમાં તુર્કી ભાષામાં લખાણ કરવામાં આવ્યું હતું. જેમાં લખવામાં આવ્યું હતું કે “તુર્કીના મિત્ર બનો, શત્રુ ના બનો. જુર્મ સે અબ તક છુટ ચુકે લોગો કા ભવિષ્ય ભયાનક હોગા.”

આ સિવાય કોર્પોરેશનની વેબસાઈટ પરથી તમામ માહિતી સહિતના ફોટા પણ તુર્કી હેકર્સ દ્વારા હેક કરીને હોમ પેજ સહિતની વિગતો હાઈડ કરી દેવામાં આવી હતી. આ અંગે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશ્નર ડો. ધવલ પટેલે જણાવ્યું કે, “કોર્પોરેશનની વેબસાઈટ હેક થઈ છે. જેનાં માટે હાલમાં IT ટીમ કામ કરી રહી છે. તેમજ સાયબર એકટ હેઠળ ફરિયાદ પણ દાખલ કરાવવામાં આવશે.”

તમને જણાવી દઈએ કે, AYYILDIZ TiM સાયબર આર્મી ગૃપ તુર્કી દેશથી ચાલે છે. આ સાયબર હેકર ગૃપ દ્વારા પહેલા પણ દેશમાં ઘણી વેબસાઈટો તથા સોશ્યિલ એકાઉંટ હેક થયા છે. ગુજરાતમાં તુર્કી સાયબર આર્મી દ્વારા પ્રાથમિક જાણકારીમાં પ્રથમ વાર વેબસાઈટ હેક થઈ હોવાનું સામે આવ્યું છે.

Niraj Patel