શું નેતાઓ ભૂલી ગયા રાજનીતિક દુશ્મની ? G20 ડિનરમાં જોવા મળ્યો અલગ જ નજારો
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દિલ્હીના ભારત મંડપમ ખાતે શનિવારે G20 કોન્ફરન્સ માટે પહોંચેલા વિશ્વ નેતાઓ માટે એક ગાલા ડિનરનું આયોજન કર્યું હતું. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ મહેમાનોનું સ્વાગત કરવા તેમની સાથે હાજર રહ્યા હતા.
આ દરમિયાન ભારત અને વિશ્વભરના અન્ય દેશોના ઘણા ટોચના નેતાઓ એક છત નીચે જોવા મળ્યા હતા. આ ડિનર પાર્ટીમાં રાજકીટ હરીફો પણ મિત્રોની જેમ મળ્યા હતા. ‘અતિથિ દેવો ભવ’ની પરંપરાને દર્શાવતા ગણમાન્ય અતિથિઓને દેશના સર્વોત્તમ વ્યંજન પીરસવામાં આવ્યા હતા.
ત્યારે આ પાર્ટીમાં રાજનીતિક નેતાઓ એકદમ મિત્રોની જેમ મળ્યા હતા. પીએમ મોદીએ રવિવારે G20 ડિનરની કેટલીક પળને સાજા કરી હતી, જેમાં જો બાઇડન, જાપાનના ફુમિયો કિશિદા સહિત ઘણા નેતાઓ અને લાંબા સમય પછી બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર સાથે જોવામાં આવ્યા હતા.
એક તસવીરમાં પીએમ મોદી સીએમ નીતીશ કુમાર અને ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનનો અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડન સાથે પરિચય કરાવતા જોવા મળ્યા હતા.આ ઉપરાંત G20 ડિનરમાં હિમાચલ પ્રદેશનાCM અને PM મોદી વચ્ચેની મુલાકાતની તસવીરે પણ લોકોનું ધ્યાન ખેંચ્યુ હતુ.
રાષ્ટ્રપતિ મુર્મૂ દ્વારા આયોજિત G20 ડિનરમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પણ હાજર રહ્યા હતા. આ ઉપરાંત ઘણા રાજનીતિક નેતાઓ G20 ડિનરમાં હાજરી આપવા ભારત મંડપમ પહોંચ્યા હતા.