લતા મંગેશકરના અંતિમ દર્શન માટે PM મોદી મુંબઈ પહોંચ્યા, જુઓ PHOTOS

લતાજીની દુઃખદ અવસાનથી આખા દેશમાં શોકનો માહોલ છે. બોલીવુડથી લઈને નેતા સુધીના ઘણા દિગ્ગજોએ તેમને શ્રદ્ધાંજલિ પાઠવી છે. પહેલા લતા મંગેશકરનો નશ્વર દેહ બ્રીચ કેન્ડી હોસ્પિટલથી તેમના પેડર રોડ સ્થિત નિવાસસ્થાન ‘પ્રભુકુંજ’ ખાતે લઈ જવામાં આવ્યો હતો.

હમણાં જ અંતિમસંસ્કાર માટે તેમના નશ્વર દેહને સેનાના ટ્રક મારફતે શિવાજી પાર્ક ખાતે અંતિમ સંસ્કાર માટે લઈ આવવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લતાજીને શ્રદ્ધાંજલિ પાઠવી. લતાજીને પૂરા રાજકીય સન્માન સાથે અંતિમ વિદાઈ આપવામાં આવશે. તેમના ભત્રિજા આદિત્ય લતાજીને મુખાગ્નિ આપશે.

આજે સુર સમ્રાજ્ઞી લતાદીદી કોવિડની લડાઈ હારી ગયાં હતા. તેમના નિધન પર બે દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે. આ દરમિયાન ત્રિરંગો અડધો ઝુકેલો રહેશે. તેમના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે શિવાજી પાર્કમાં રાખવામાં આવશે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર પ્રમાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ લતા મંગેશકરને અંજલિ આપવા પહોંચી ગયા છે. લતા મંગેશકરના મૃતદેહ પરથી તિરંગો કાઢી લેવામાં આવ્યો છે અને તિરંગો પરિવારને સોંપવામાં આવ્યો છે. હાલમાં 8 પંડિતો દ્વારા તેમના અંતિમ સંસ્કારની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી રહી છે.

બોલિવૂડ કિંગ ખાન શાહરૂખ ખાન પણ લતાજીના અંતિમ યાત્રામાં હાજરી આપવા શિવાજી પાર્ક પહોંચી ગયો છે. આ સિવાય સચિન તેંડુલકર, ઉદ્ધવ ઠાકરે, શરદ પવાર, રાજ ઠાકરે, પીયૂષ ગોયલ સહિત અનેક હસ્તીઓ ત્યાં હાજર છે. PM મોદીએ ભારત રત્ન લતા મંગેશકરના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેમને Tweeter માં લખ્યું છે કે હું શબ્દોની પીડાથી પરે છું.

લતા દીદી અમને છોડીને ચાલ્યા ગયા. લતા દીદીના નિધનથી દેશમાં એક ખાલીપો સર્જાયો છે જે ક્યારેય ભરી શકાય તેમ નથી. આવનારી પેઢીઓ લતા મંગેશકરને હંમેશા યાદ કરશે કે કેવા મહાન કલાકાર હતા, જેમના અવાજમાં લોકોના મન મોહી લેવાની શક્તિ હતી. 2019માં જયારે બીજી વાર PM મોદીની સરકાર બની હતી, ત્યારે ખુશી વ્યક્ત કરવા માટે લતા મંગેશકરે માતા હીરાબાને પત્ર લખ્યો હતો. જેમાં નરેન્દ્ર મોદી PM બનતા લતાજીએ ખુશી વ્યક્ત કરી હતી.

તેમણે પત્રમાં લખ્યુ હતું કે, ભગવાન શ્રીરામની કૃપાથી મારા ભાઈ PM બન્યા. પ્રધાનમંત્રી બનવા બદલ મારી શુભકામના છે. હીરાબા આપના તેમજ નરેન્દ્રભાઈના સાદગીપૂર્ણ જીવનને મારું વંદન છે. હું આ પહેલીવાર ગુજરાતીમાં લખું છું. લખવામાં ભૂલ થઈ હોય તો ક્ષમા કરજો. આપણા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ લતાજીને શ્રદ્ધાંજલિ આપી છે. રાષ્ટ્રપતિ તરફથી Tweet કરવામાં આવી હતી કે લતાજીનું નિધન માત્ર મારા માટે જ નહિ પરંતુ લખો લોકોના દિલ તોડવા વાળું છે.

એમના દ્વારા ગાવામાં આવેલા જુદા જુદા ગીતોમાં ભારતદેશની સુંદર તસ્વીર જોવા મળતી હતી, જેમણે પીઢીઓની ભાવનાઓ સામે મૂકી છે. રાષ્ટ્રપતિએ લખ્યું કે લતા દીદી સાથે મારી જયારે મુલાકાત થઇ, એમણે પુરા જોશમાં મારુ સ્વાગત કર્યું. હોમ મિનિસ્ટર અમિત શાહે લતા મંગેશકરને શ્રદ્ધાંજલિ આપી અને તેમની તસવીરો પણ શેર કરી છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

અમિત શાહે પોતાના Tweet માં લખ્યું છે કે સંગીત અને સંગીતના પૂરક એવા લતા લતાજીએ પોતાના સુરીલા અવાજ અને મંત્રમુગ્ધ અવાજથી માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વની દરેક પેઢીના જીવનને ભારતીય સંગીતની મધુરતાથી ભરી દીધું.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

સંગીત જગતમાં તેમનું યોગદાન શબ્દોમાં મૂકવું શક્ય નથી, તેમનું અવસાન મારા માટે અંગત ખોટ છે. હું મારી જાતને ભાગ્યશાળી માનું છું કે સમયાંતરે લતા દીદીનો સ્નેહ અને આશીર્વાદ મળ્યો છે. તેમની અજોડ દેશભક્તિ, મધુર વાણી અને સૌમ્યતાથી તે હંમેશા આપણી વચ્ચે રહેશે. હું તેમના પરિવાર અને અસંખ્ય ચાહકો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું.

 

View this post on Instagram

 

A post shared by Manav Manglani (@manav.manglani)

આ પહેલા ભારતીય આર્મીના જવાનો લતાજીના નશ્વર દેહને તિરંગામાં લપેટીને ઘરની બહાર લાવ્યા હતા. હવે આર્મી, નેવી, એરફોર્સ અને મહારાષ્ટ્ર પોલીસના જવાનોએ તેમની અર્થીને કાંધ આપી હતી. તેમના નશ્વર દેહને ફૂલોથી શણગારેલી આર્મી ટ્રકમાં રાખીને શિવાજી પાર્ક લઈ જવામાં આવ્યો છે. મુંબઈના હજારો લોકો લતા તાઈને વિદાય આપવા માટે રસ્તા પર ઉતરી આવ્યા છે.

YC