નાની બાળકી અને આ શ્વાનની મસ્તી જોઈને તમારો પણ દિવસ બની જશે, આટલો ક્યૂટ વીડિયો આજ પહેલા ક્યારેય નહીં જોયો હોય, જુઓ

માણસ અને શ્વાન વચ્ચેનો પ્રેમ વર્ષો જૂનો છે, એવું કહેવાય છે કે માણસનો સાચો સાથી એક શ્વાન જ છે. શ્વાન પ્રેમ ઉપર ઘણી ફિલ્મ અને વાર્તાઓ પણ બની ગઈ છે. આપણે ઘણા લોકોને એમ કહેતા પણ સાંભળ્યા હશે કે માણસ કયારેક દગો આપે પરંતુ શ્વાન ક્યારેય દગો નથી આપતું, ત્યારે સોશિયલ મીડિયામાં પણ શ્વાનના પ્રેમના ઘણા બધા વીડિયો આપણે વાયરલ થતા જોયા હશે.

આજે ઘણા લોકો પોતાના  ઘરની અંદર ડોગ પાળતા હોય છે અને ઘણા પરિવારમાં ડોગ એવી રીતે ભળી જાય છે કે તે તેમના પરિવારના સદસ્ય જેવું જ લાગે, ડોગ અને નાના બાળકનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોય છે, ત્યારે હાલ એવો જ એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જે સોશિયલ મીડિયા યુઝર્સનું દિલ જીતી રહ્યો છે, આ વીડિયોમાં એક ડોગ અને નાની બાળકીની ક્યૂટ ક્યૂટ મસ્તી જોવા મળે છે.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે બાળક પણ ડોગ સાથે મસ્તી કરી રહ્યો છે. વીડિયોમાં બંને વચ્ચેની બોન્ડિંગ સારી રીતે જોવા મળી રહી છે. બંને એક મિત્રની જેમ રમતા જોવા મળે છે. વીડિયો જોઈને લાગે છે કે શ્વાન નાના બાળકને પોતાની નજીક આવતા જોઈને ડરી ગયો છે અને વારંવાર પોતાની જગ્યા બદલી રહ્યો છે. જોકે શ્વાન ડરતો નથી, તે તેમના માટે રમવાનો એક માર્ગ છે. ડોગી સૌપ્રથમ ઘરના સોફા પર ખુશીથી બેઠેલો જોવા મળે છે.


બીજી તરફ તેની સામે એક નાનું બાળક દેખાય છે. તમે જોઈ શકો છો કે બાળક શ્વાન પાસે આવે છે અને તેને પકડવાનો પ્રયાસ કરે છે. બાળક શ્વાન પાસે પહોંચતાની સાથે જ શ્વાન ત્યાંથી ભાગી જાય છે. આ પછી બાળક તેને ફરીથી પકડવાનો પ્રયાસ કરે છે. જો કે ફરીથી શ્વાન ત્યાંથી ભાગી જાય છે. પાલતુ શ્વાન અને નાના બાળક વચ્ચેની જુગલબંધી લોકોને ખૂબ જ પસંદ આવી રહી છે અને લોકો ભરપૂર કોમેન્ટ પણ કરી રહ્યા છે.

Niraj Patel