ભારતની 6 એવી હસ્તીઓ જેમણે ખુબ જ ગરીબીમાંથી ઉઠીને દુનિયામાં રોશન કર્યું પોતાનું નામ

3 નંબર ને જોતા જ ઉભા થઈને સલામ કરશો…

તમે ઘણા એવા લોકો વિશે સાંભળ્યું હશે જેઓનો જન્મ ગરીબીમાં થયો પણ તેઓએ વિશ્વમાં પોતાનું એક અનોખું નામ બનાવ્યું હોય.  આ કામિયાબીને મેળવવા માટે આ લોકોએ માત્ર કડી મહેનત જ કરી ન હતી પણ ઘણા એવા બલિદાન પણ આપ્યા છે. દુનિયામાં ઘણી એવી કહાનીઓ સાંભળી હશે. જેમાં વ્યક્તિએ જમીનથી આસમાન સુધીની સફર કરી છે.

દુનિયાને અને સમાજને અનોખો સંદેશો પણ પાઠવ્યો હોય.આજે અમે તમને ભારતના તે મહાન લોકો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેને કદાચ તેઓના મૃત્યુ પછી પણ સદીઓ સુધી યાદ કરવામાં આવશે. જેમાં રાષ્ટ્રપતિ, વડાપ્રધાન ઉદ્યોગપતિ વગેરેનો સમાવેશ થાય છે.

 નરેન્દ્ર દામોદર દાસ મોદી:એક ચાની લારી પર કામ કરીને ભારતના પ્રધાનમંત્રી સુધીની સફર નક્કી કરનારા નરેન્દ્ર મોદીજીનું નામ પણ આ લિસ્ટમાં આવે છે. ગુજરાતના મુખ્યમંત્ર થી ગોધરા હિંસામાં દોષી કહેવામાં આવ્યા હતા. છતાં પણ તેમણે કઠિન મહેનત કરી અને આગળ વધતા ગયા હતા. આજે નરેન્દ્ર મોદી દેશના સૌથી શક્તિશાળી વ્યક્તિ બન્યા.

 મૈરી કૉમ:ભારતની શાન મૈરી કૉમ પાંચ વાર વિશ્વ મુક્કેબાજી પ્રતિયોગિતાની વિજેતા રહી ચુકી છે. ત્રણ બાળકો ની માં મુક્કેબાજી એમસી મૈરિકોમ એ એશિયન ગેમ્સ માં ગોલ્ડ મેડલ પણ જીતી ચુકી છે. તેના સિવાય લંડન ઓલમ્પિક ગેમ્સમાં બ્રોન્ઝ મેડલિસ્ટ અને એશિયન ગેમ્સમાં પહેલો ગોલ્ડ જીતનારી મૈરીકોમ બની હતી.

 એ.પી.જે. અબ્દુલ કલામ:અબ્દુલજીનો જન્મ ખુબ જ ગરીબ પરિવારમાં થયો હતો તેના પિતા હોડી ચાલવતા હતા. કલામજીએ પોતાના પિતાની મદદ માટે સમાચાર પત્ર વહેંચવાનું કામ શરૂ કર્યું હતું। આટલી કઠિન પરિસ્થિતિ હોવા છતાં પણ કલામજીએ ભૌતિકીમાં સ્નાતકની ડિગ્રી મેળવી હતી. સાથે જ એરો સ્પેસ એન્જીનીયરીંગનું અધ્યયન પણ કર્યું હતું. આગળ ચાલીને કલામ 2002 માં ભારતના રાષ્ટ્રપતિ બન્યા.

 ધીરુભાઈ અંબાણી:ધીરુભાઈ અંબાણી મૂળરૂપે ગુજરાતના ચોરવાડ ગામથી આવે છે. 16 વર્ષની ઉંમરમાં તેમણે ક્લાર્કના પદ પર કામ કર્યું હતું. અમુક સમય પછી તે પાછા આવી ગયા અને પોતાના મિત્ર ચંપકલાલની સાથે મળીને નાનો એવો બિઝનેસ શરૂ કર્યો હત. પણ તેના મિત્રના વિચારો અલગ હતા માટે તે અલગ થઇ ગયા હતા, પણ ધીરુભાઈ અંબાણીએ પોતાનો સંઘર્ષ છોડ્યો ન હતો. તેના પછી તે સ્ટોક માર્કેટમાં આવી ગયા હતા. આજે  ઉધોગપતિ તરીકે ધીરુભાઈનું નામ દેશના દરેક નાગરિકોના હોંઠ પર છે.

 સુશીલ કુમાર:સુશીલજી એ કુશ્તી ક્ષેત્રમાં પોતાનું નામ રોશન કર્યું હતું.તેના પિતા એક બસ કંડકટર છે અને માતા ગૃહિણી છે. તેને વર્ષ 2006માં અર્જુન એવોર્ડથી પણ સમ્માનિત કરવામાં આવ્યા હતા. સુશીલ કુમાર પહેલા એવા ભારતીય એથલીટ છે જેમણે ભારત માટે બે ઓલમ્પિક પદ હાંસિલ કર્યા છે.

વિજેન્દર સિંહ:ઓલમ્પિક પદક વિજેતા અને પ્રોફેશનલ બોક્સિંગ આપી ચૂકેલા ભારતીય મુક્કેબાજ વિજેન્દર સિંહના પિતા હરિયાણામાં એક બસ ડ્રાઇવર હતા. તેના પિતાએ વિજેન્દર સિંહ  સપનું પૂરું કરવા માટે ઓવર ટાઈમ કરીને પૈસા ભેગા કર્યા હતા અને વિજેન્દર સિંહએ પણ પોતાના પિતા  સપના અને તેની મહેનતને પૂરું અંજામ આપવા માટે પોતાના જીવનની પણ બાજી લગાવી દીધી હતી. આજે તે પોતાની મહેનત ને લીધે ભારતના સૌથી ફેમસ બોક્સર છે.

YC