સ્ટેજ ઉપર ઉભા હતા વર કન્યા, અચાનક આવ્યો મિત્ર અને કરવા લાગ્યો મસ્તી, ગુસ્સામાં લાલ પીળો થઇ ગયો વરરાજા, જુઓ વીડિયો

લગ્ન એક ખુશીનો પ્રસંગ છે અને આવા પ્રસંગમાં મિત્રો હંમેશા મજાક મસ્તીના મૂડમાં જોવા મળતા હોય છે, પરંતુ ઘણીવાર મિત્રો એવો મજાક પણ કરતા હોય છે જેની કોઈ કલ્પના પણ ના કરી હોય.

મોટાભાગના લગ્નોમાં આવા હસી મજાક અને મિત્રો દ્વારા કરવામાં આવેલી મસ્તી ખુબ જોવા મળે છે. ઘણા મિત્રો તો એટલી હદ સુધી મસ્તી કરે છે કે વરરાજા બનેલો તેમનો મિત્ર પણ ગુસ્સે થઇ જાય છે, આવું જ કંઈક હાલમાં જોવા મળ્યું. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

લગ્ન દરમિયાન વરમાળા સમયે વર કન્યા સ્ટેજ ઉપર ઉભા હતા. આ દરમિયાન જ વરરાજાનો એક મિત્ર આવી પહોંચ્યો અને બંને વચ્ચે ઉભા રહીને પૈસા આપવા લાગ્યો. પહેલા પૈસા કાઢી ને કન્યાને આપે છે અને બીજી નોટ કાઢે છે ત્યારે વરરાજાને લાગે છે કે તેને આપશે પરંતુ આવું નથી થતું. વરરાજાને આપવામાં આવતા પૈસા પણ તે કન્યાને આપી દે છે. ત્યારે ત્યાં હાજર રહેલા લોકો પણ ખુબ જ હસવા લાગે છે.

આ વ્યક્તિ ફરી આવું કરે છે અને વરરાજાને શરમનો સામનો કરવો પડે છે. જયારે ત્રીજીવાર પણ તે મિત્ર આવું કરે છે ત્યારે વરરાજા ગુસ્સામાં લાલ પીળો થઇ જાય છે. અને તે પૈસા લેવાની ના પાડી દે છે. પરંતુ કહેવાય છે કે ને કે મિત્રો હરામી હોય છે તેમ આ મિત્ર પણ વરરાજાને પૈસા લેવા માટે મનાવી તો લે છે પરંતુ જ્યારે આપવાનો સમય આવે છે ત્યારે તે કન્યાને જ આપી દે છે.

સોશિયલ મીડિયામાં આ વીડિયોને લોકો ખુબ જ પસંદ કરી રહ્યા છે. વરરાજાના મિત્ર દ્વારા કરવામાં આવેલી આ મજાકનો લોકો આનંદ ઉઠાવી રહ્યા છે. તમે પણ જુઓ આ મજેદાર વીડિયો…

Niraj Patel