મિત્રોએ દુલ્હા સાથે કર્યુ અજબ કાંડ ! કોલ્ડ ડ્રિંકમાં ભેળવી એવી વસ્તુ પીવડાવી દીધી કે હક્કી બક્કી રહી ગઇ દુલ્હન

મિત્રોએ સ્ટેજ પર ઊભેલા દુલ્હાને કોલ્ડ ડ્રિંકની બોટલમાં પીવડાવી એવી નશાવાળી વસ્તુ કે ઘૂરવા લાગી દુલ્હન અને પછી… જુઓ વીડિયો

Groom Drinking Alcohal : ભારતીય લગ્નો હંમેશા આનંદ અને ઉત્સવો સાથે ખુશહાલ હોય છે. લગ્ન દરમિયાન વરરાજાના મિત્રો આનંદી મૂડમાં હોય છે અને મજા કરવાની કોઈ તક છોડતા નથી. આવો જ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં વરરાજાના મિત્ર લગ્નના સ્ટેજ પર તેને ચોરી છૂપે દારૂ પીવડાવતા જોવા મળે છે. આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર યુઝર ‘કનુમુરીરાવી’ દ્વારા પોસ્ટ કરવામાં આવ્યો હતો અને તેને અત્યાર સુધીમાં 2.3 મિલિયનથી વધુ લાઈક્સ અને 25.4 મિલિયનથી વધુ વ્યૂઝ મળ્યા છે.

વીડિયોમાં એક વરરાજા અને તેની કન્યાને સ્ટેજ પર ઉભા જોઈ શકાય છે અને વરરાજા સોફ્ટ ડ્રિંકની નાની બોટલ ખોલે છે અને તેમાંથી એક ચુસ્કી લે છે, પરંતુ તેના ચહેરાના હાવભાવ થોડી જ વારમાં બદલાઈ જાય છે. તે તેના મિત્રોની મસ્તી સમજી જાય છે. વાસ્તવમાં, વરરાજાના મિત્રોએ સોફ્ટ ડ્રિંકની બોટલમાં દારૂ મિક્સ કરીને તેને આપ્યો હતો.

દારૂ મિશ્રિત કોલ્ડ ડ્રિંક પીતાની સાથે જ વરરાજાના ચહેરા પરના હાવભાવ જોઈને કન્યા પણ સમજી જાય છે કે કંઈક બરાબર નથી અને તે વર તરફ ગુસ્સાથી જોતી જોઈ શકાય છે, પરંતુ પછી હસતી જોઈ શકાય છે. વીડિયોમાં આખી ઘટના શરૂઆતથી બતાવવામાં આવી છે કે કેવી રીતે વરરાજાના મિત્રએ કોલ્ડ ડ્રિંકની નાની બોટલમાં દારૂ ભેળવ્યો અને પછી તેને પીવા આપ્યો. ડ્રિંક પીતાની સાથે જ દુલ્હાના ચહેરા પરના હાવભાવ જોવા લાયક હતા.

આ વિડીયો જોયા બાદ ઘણા લોકોએ પોતાની પ્રતિક્રિયાઓ આપી હતી. કોમેન્ટ બોક્સમાં લોકોએ ખૂબ જ રમુજી કોમેન્ટ કરી. એકે લખ્યું, “આવા રમુજી છોકરાઓથી સાવધ રહો. તેઓ તમારા લગ્ન પણ તોડાવી શકે છે.” બીજાએ લખ્યું, “ભાઈ ભાભીએ ઓળખી લીધુ” ત્રીજા યુઝરે લખ્યું, “હાવભાવ બધું જ કહે છે.” ચોથા યુઝરે લખ્યું, “ગજબ કરતે હો ભાઈ.”

 

View this post on Instagram

 

A post shared by Ravi Kumar∆ (@kanumooriravi)

Shah Jina