વિચિત્ર પદ્ધતિ દ્વારા તૈયાર કરવામાં આવેલા આ ફ્રાઈડ આઇસક્રીમને જોઈને ખાવા માટે તમારું પણ મન લલચાઈ જશે, જુઓ વીડિયો

સોશિયલ મીડિયામાં ખાણી-પીણીને લગતા ઢગલાબંધ વીડિયો રોજ વાયરલ થતા હોય છે, ઘણા ફૂડ બ્લોગર ફૂડ સાથે થતા એક્સ્પીરિમેન્ટ પણ બતાવતા હોય છે જે ઘણા લોકોને પસંદ પણ આવે છે અને ઘણાને નથી આવતા. આજે બજારમાં ટકી રહેવા અને ગ્રાહકોને આકર્ષવા માટે બજારમાં અવનવી વાનગીઓ બનવા લાગી છે. કેટલીક એવી પણ વાનગી હોય છે જે સામાન્ય દેખાય પરંતુ જયારે તેને એક નવું રંગ રૂપ આપવામાં આવે ત્યારે જોઈને મોઢામાં પાણી આવી જતું હોય છે.

હાલ સોશિયલ મીડિયામાં એક ફ્રાઈડ આઈસ્ક્રીમનો વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અને આ રેસિપી લોકોને ખુબ જ પસંદ પણ આવી રહી છે. વીડિયોમાં એક વ્યક્તિ આઈસ્ક્રીમનો સ્કૂપ કાઢીને તેમાંથી રોલ બનાવતો જોઈ શકાય છે. જેમાં તે ઘણી જુદી જુદી વસ્તુઓનું મિશ્રણ કરે છે. આ જોઈને અનુમાન લગાવવું મુશ્કેલ છે કે આગળ ક્યુ ફૂડ તૈયાર કરવામાં આવશે.

વીડિયોમાં આગળ જોઈ શકાય છે કે રોલ સાથે બધી વસ્તુઓ મિક્સ કરી આ રોલને ગરમ તેલવાળી કડાઈમાં મૂકે છે અને લાડુ જેવા દેખાતા આ ક્રિસ્પી રોલને તળી લે છે જ્યારે આ રોલ ગોલ્ડન બ્રાઉન થઈ જાય ત્યારે તેને તવામાંથી બહાર કાઢી લો. આ રોલને બાઉલમાં મૂકીને તેની ઉપર ચોકલેટ સીરપ રેડવામાં આવે છે.

 

View this post on Instagram

 

A post shared by Indorii Chatore (@indorii_chatore)

જેના બાદ હવે આ આઈસ્ક્રીમ ખાવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. તે દેખાવમાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ વીડિયો જોઈને કોઈના પણ મોઢામાં પાણી આવી જશે. ભલે તેની પદ્ધતિ વિચિત્ર હતી, પરંતુ ઘણા લોકો તેના સ્વાદના દિવાના છે. એટલું જ નહીં આ વીડિયોને ઘણા લોકોએ લાઈક પણ કર્યો છે. આ વીડિયોના કેપ્શનમાં લખ્યું છે કે આ આઈસ્ક્રીમ માત્ર 99 રૂપિયામાં ખરીદી શકાય છે.

Niraj Patel