પ્રેમનગરી આગ્રામાં અગ્નિની સાક્ષીએ વિદેશી કપલે લીધા સાત ફેરા, હિન્દૂ સંસ્કૃતિથી એવા પ્રભાવિત થયા કે સાત સમુદ્ર પર આવીને કર્યા લગ્ન, જુઓ

પેરિસમાં કર્યા લવ મેરેજ : પ્રેમની નગરીમાં હિન્દૂ રીતિ રિવાજ સાથે લીધા સાત ફેરા, અંગ્રેજીમાં સમજ્યા સાત વચન

French couple got married in Agra : હાલ દેશભરમાં લગ્નનો માહોલ ચાલી રહ્યો છે અને આ લગ્નના માહોલ વચ્ચે ઘણા બધા લગ્નની ખબરો પણ સામે આવતી હોય છે, સોશિયલ મીડિયા પણ લગ્નના વીડિયોથી છલકાઈ ઉઠ્યા છે, ત્યારે ઘણા લગ્ન એવા હોય છે જે ચર્ચામાં આવી જતા હોય છે. ભારતીય સંસ્કૃતિ અને લગ્નની વિધિ દુનિયાભરમાં પ્રચલિત છે અને વિદેશીઓ પણ આ લગ્ન જોવા માટે ખાસ આવતા હોય છે, તો ઘણા વિદેશીઓ ભારતમાં આવીને લગ્ન કરવાની ઈચ્છા પણ રાખતા  હોય છે.

આગ્રામાં વિદેશી કપલના લગ્ન :

ત્યારે આવા સમયે એક એવી જ ખબર આગ્રામાંથી સામે આવી છે, જ્યાં એક વિદેશી કપલ હિન્દૂ સંસ્કૃતિથી પ્રભાવિત થઈને લગ્નના બંધનમાં બંધાયું છે. પ્રેમની આ નગરી આગ્રામાં આ કપલ અગ્નિની સાક્ષીએ સાત ફેરા ફર્યા. આ કપલનું નામ ઈસ્કંદર અને બસમા છે. અને બંને ફ્રાન્સના રહેવાસી છે. અને લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. તેમના ત્યાંના  રિવાજ મુજબ લગ્ન પણ કરી લીધા હતા. આ પ્રેમને તેના મુકામ સુધી લઈ જવા માટે તેઓએ ભારતનું પ્રેમ શહેર આગ્રા પસંદ કર્યું.

હિન્દૂ રીતિ રિવાજ અનુસાર થયા લગ્ન :

અહીં આ કપલે પ્રેમનું પ્રતિક તાજમહેલ જોયો, ત્યાર બાદ હિંદુ રીતિ-રિવાજ મુજબ લગ્ન કર્યા. આ લગ્નમાં મંત્રોચ્ચાર દ્વારા સંપન્ન થયા અને કપલને સૌએ આશીર્વાદ પણ આપ્યા હતા.  હવે તેમના લગ્નની તસવીરોમાં જોઈ શકાય છે કે વરરાજાએ મરૂન રંગની શેરવાની પહેરી છે. તો કન્યા ગુલાબી સાડીમાં સજ્જ છે. તેમના લગ્ન માટે એક વેદપતિ બ્રાહ્મણને બોલાવવામાં આવ્યા હતા અને વેદિક મંત્રો સાથે તેઓએ સાત જન્મ સુધી એકબીજાને સાથ આપવાનું વચન પણ લીધું હતું.

સ્થાનિક લોકોએ આપ્યા આશીર્વાદ :

દંપતીએ જણાવ્યું હતું કે તેઓએ 9 જુલાઈએ તેમના વતન ફ્રાન્સમાં લગ્ન કર્યા હતા. જે બાદ તેઓ ભારતની મુલાકાતે આવ્યા હતા. અહીં આગ્રામાં જ તેમણે પહેલીવાર તાજમહેલ જોયો હતો. પછી ત્યાં બંનેએ ફોટોશૂટ કરાવ્યું અને લગ્ન કરવાનો નિર્ણય લીધો. જે બાદ બંનેએ આગરાની એક હોટલમાં લગ્ન કરી લીધા હતા. તેમના લગ્નમાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકો પણ હાજર રહ્યા હતા. બંનેનું કહેવું છે કે તેઓ પ્રેમના શહેરમાં જ્યાં તાજમહેલ સ્થિત છે ત્યાં લગ્ન કરીને એકબીજા સાથે જોડાયેલા રહેવાથી ખુશ છે.

Niraj Patel