વાલીઓ પોતાના બાળકોને ધાર્મિક સંસ્કાર આપે એ માટે રાજકોટના આ રેસ્ટોરન્ટ વાળાની ઉમદા પહેલ, હનુમાન ચાલીસા બોલવા પર ફ્રીમાં આપશે જમવાનું, જુઓ વીડિયો
આજના સમયમાં બાળકોને અંગ્રેજી વિષયનું ઘેલું લાગ્યું છે. વાલીઓ પણ પોતાના બાળકોને અંગ્રેજી શીખવવા માટે પહેલ કરતા હોય છે. તેની પાછળનું કારણ આજના સમયની કોમ્પિટિશન છે. આજે અંગ્રેજી જીવન જરૂરિયાત બની ગઈ છે. સાથે જ આજે ઘણા લોકો વિભક્ત કુટુંબમાં રહે છે જેના કારણે બાળકોમાં ધાર્મિક જ્ઞાનની ઉણપ પણ જોવા મળે છે.
એક સમય હતો જયારે ઘરમાં વડીલો પાસેથી બાળકો ધાર્મિક જ્ઞાન મેળવતા હતા. પરંતુ આજની ભાગદોડ ભરેલી લાઈફમાં માતા પિતા પાસે એટલો સમય નથી. ત્યારે આ બધા વચ્ચે રાજકોટનું એક રેસ્ટોરન્ટ ચર્ચામાં આવ્યું છે. જેમાં 15 વર્ષ સુધીના બાળકો જો મોઢે હનુમાન ચાલીસા બોલે તો તેમને ફ્રીમાં જમવાનું આપવામાં આવે છે.
આ ઓફર શરૂ કરી છે જલારામ ફૂડ એન્ડ ગાર્ડન રેસ્ટોરન્ટના સંચાલકે. જેમાં જો 15 વર્ષના બાળકો હનુમાન ચાલીસાનો પાઠ મોઢે બોલે છે તો તેમને મફતમાં જમવાનું આપવામાં આવશે અને તે પણ અનલિમિટેડ. આ ઓફરનો લાભ આજ દિન સુધીમાં અનેક બાળકો લઇ ચૂક્યા છે.
આ પ્રયોગને રેસ્ટોરન્ટમાં આવનારા લોકો અને ખાસ કરીને વાલીઓએ વધાવ્યો છે. અહીં આવેલા ઘણા બાળકો કડકડાટ હનુમાન ચાલીસા બોલ્યા હતા અને વિવિધ પ્રકારના ફ્રી ફૂડનો આનંદ માણ્યો હતો. રેસ્ટારન્ટના માલિકે આ અંગે જણાવ્યું હતું કે હું આ સ્કીમ આજીવન ચાલુ રાખીશ. એક લાખ બાળકો હનુમાન ચાલીસા બોલતા થાય તેવો મારો ઉદ્દેશ છે.
ત્યારે સોશિયલ મીડિયામાં પણ જલારામ ફૂડ કોર્ટ અને ગરદન રેસ્ટોરન્ટ દ્વારા શરુ કરવામાં આવેલી આ સ્કીમના ઘણા વીડિયો અને તસવીરો પણ ખુબ જ વાયરલ થઇ રહી છે અને લોકો પણ તેમની આ સ્કીમના ખુબ જ વખાણ કરી રહ્યા છે. ઘણા લોકોનું કહેવું છે કે આ સ્કીમ દ્વારા આવનારી પેઢીમાં પણ સનાતન ધર્મ વિશેની સમજ પેદા થશે.