અજબ પ્રેમ અને ગજબ લગ્ન ! ફ્રાંસની છોકરીને ભારતમાં આ છોકરા સાથે થયો પ્રેમ, લગ્ન કરવા સાત સમુદ્ર પાર પહોંચી ભારત

કહેવાય છે કે પ્રેમની કોઈ સીમા નથી હોતી. તેનું ઉદાહરણ હાલમાં જ જોવા મળ્યુ છે અને ઘણીવાર જોવા મળતુ હોય છે. “ઇશ્ક પર જોર નહિ, યે વો આતિશ ગાલિબ કી લગાએ ન લગે ઔર બુઝાએ ન બને”. મિર્ઝા ગાલિબ દ્વારા લખાયેલ આ શેર દરેક પ્રેમી કે જે પ્રેમ મેળવવા માટે સીમાઓ તોડે છે તેના માટે છે. વાસ્તવમાં સાચા પ્રેમીઓ આવા જ હોય ​​છે, પરિસ્થિતિ ગમે તેટલી હોય, તેઓ ગમે તે કરીને પોતાનો પ્રેમ મેળવે છે. આવું જ કંઇક હાલમાં થયુ છે.

શર્લીન શેન્ટલ નામની ફ્રેન્ચ યુવતીએ ભારત આવીને જમાલપુરના રહેવાસી રણવીર કુમાર સાથે કોર્ટ મેરેજ કર્યા હતા. લગ્ન પ્રસંગે છોકરા અને છોકરીના માતા-પિતા હાજર રહ્યા હતા. જમાલપુર બ્લોક હેઠળના મુંગરૌડાના રહેવાસી નરેશ પ્રસાદના પુત્ર રણવીર કુમારે ચેન્નાઈમાં એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે. ઇન્ટરનેશનલ મેનેજમેન્ટમાં માસ્ટરનો અભ્યાસ કરવા તે વર્ષ 2015માં ફ્રાન્સ ગયો હતો. કોર્સ પૂરો કરીને તેણે ત્યાંની એક કંપનીમાં માર્કેટિંગ અને સેલ્સ મેનેજરની નોકરી કરવાનું શરૂ કર્યું.

અભ્યાસ દરમિયાન જ રણવીરની મુલાકાત શર્લીન સાથે થઈ હતી. ધીરે ધીરે મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ. શર્લીન ગ્રાફિક્સ ડિઝાઇનર છે. રણવીર કુમાર જણાવે છે કે બે વર્ષ પહેલા તે ફ્રાન્સથી જમાલપુર આવ્યો હતો. કોરોનાને કારણે ફ્રાન્સ જવું શક્ય નહોતું. વર્કફ્રોમ હોમ દરમિયાન તેની શર્લિન સાથે ફોન પર વાત થતી હતી. પરિવારની સંમતિથી તે બંનેના લગ્ન નક્કી થયા હતા. એક મહિના પહેલા લગ્ન માટે કોર્ટમાં અરજી કરી હતી. શર્લીન તેના પિતા ડોનિન્નાગુ તાલેરજી અને માતા બેથારીસ સાથે દસ દિવસ પહેલા ફ્રાન્સથી રાંચી આવી હતી.

ફ્રાન્સની શર્લિન તેના પરિવાર સાથે મુંગેરના રણવીર કુમાર સાથે લગ્ન કરવા પહોંચી હતી. તે વેલેન્ટાઈન વીકમાં લગ્ન કરવા માંગતી હતી. પરંતુ, ફ્રાન્સથી આગમન પર, તેણે રાંચીમાં 7 દિવસ ક્વોરેન્ટાઇનમાં રહેવું પડ્યું. આ પછી, જ્યારે તે મુંગેર પહોંચી, તેણે શુક્રવારે રજિસ્ટ્રાર ઓફિસમાં પરિવારની સામે તેના પ્રેમી રણવીર સાથે લગ્ન કર્યા. વાસ્તવમાં, વરરાજા રણવીર કુમાર પૂર્વ કોલોની પોલીસ સ્ટેશન વિસ્તારની મુંગરૌરા મસ્જિદ ગલીનો રહેવાસી છે. શર્લીન રણવીરની કોલેજ પાસે આવેલી લિસા ગ્રાફિક્સ કોલેજમાં ગ્રાફિક્સ ડિઝાઇનરનો અભ્યાસ કરતી હતી.

આ દરમિયાન બંનેએ એકબીજાને જીવનભર સાથે રહેવાનું વચન આપ્યું હતું.લોકડાઉનમાં કોરોનાની પ્રથમ લહેર આવ્યા બાદ રણવીર 2020માં ભારત પરત ફર્યો હતો. છેલ્લા બે વર્ષથી શર્લીન રણવીર ફ્રાન્સ આવે તેની રાહ જોઈ રહી હતી. પરંતુ કોરોનાના કહેર કારણે તે જઈ શક્યો ન હતો. આ પછી શર્લીને સૌથી પહેલા તેના પરિવારને ભારત આવવા માટે મનાવ્યો. પરિવારની સંમતિ મળ્યા પછી, 10 ફેબ્રુઆરીએ માતા અને પિતા સાથે ફ્રાન્સથી રાંચી પહોંચી. બંને પરિવારોની મંજૂરી મળ્યા પછી, મુંગેર રજિસ્ટ્રાર ઓફિસમાં લગ્નની અરજી કરવામાં આવી.

18 ફેબ્રુઆરી 2022ની તારીખ નક્કી કરવામાં આવી હતી અને તે બંને ગઇકાલે એટલે કે શુક્રવારના રોજ પરિવાર સાથે કોર્ટ મેરેજ માટે રજિસ્ટ્રેશન ઓફિસ પહોંચ્યા હતા. આ દરમિયાન વરરાજા રણવીર કુમારના ઘણા મિત્રો પણ હાજર હતા. ત્યાં, વિદેશી દુલ્હનને જોવા માટે કોર્ટ પરિસરમાં ભીડ જોવા મળી હતી. કોર્ટ મેરેજ બાદ તેઓ એરેન્જ મેરેજ પણ કરવાના છે. આ અંગે વિદેશી દુલ્હન શર્લીને કહ્યું કે જો હું ભારતીયને પ્રેમ કરું છું તો ભારતીય રિવાજો મારા પોતાના રિવાજો હશે. આ અંગે વરરાજાના મિત્રએ જણાવ્યું કે, રિંગ સેરેમનીથી શરૂઆત થશે અને આ પછી બંનેના લગ્ન ધામધૂમથી થશે.

Shah Jina