ગુજરાત સહિત દેશભરમાંથી ઘણીવાર છેતરપિંડીના કિસ્સા સામે આવે છે. કેટલીકવાર તો વિદેશમાં પણ ભારતીયો દ્વારા છેતરપિંડી કરાતી હોવાની ખબર સામે આવતી હોય છે. ત્યારે હાલમાં અમેરિકામાં ગુજરાતના પૂર્વ ધારાસભ્યના પુત્ર સામે ઠગાઈનો ગુનો નોંધાયો છે અને તેની ધરપકડ પણ કરાઇ છે. વૃદ્ધા સાથે ફોન કૌભાંડ દ્વારા 80 હજાર ડોલરની ઠગાઈની ખબર હાલ સામે આવી રહી છે.
આરોપી પાર્થ પટેલ આણંદના ભાજપના પૂર્વ ધારાસભ્ય જ્યોત્સના પટેલનો પુત્ર છે અને છેતરપિંડીની ઘટના અમેરિકાના ફ્લોરિડામાં બની છે. ફ્લોરિડા પોલીસે પાર્થ પટેલ સાથે અન્ય બે લોકોની ધરપકડ કરી છે. મામલો જણાવીએ તો, પાર્થ પટેલે વૃદ્ધા સાથે 80 હજાર ડોલરની છેતરપિંડી કરી અને આ કૌભાંડ ખુલતા તેની ધરપકડ કરાઈ છે. પાર્થ પટેલે વૃદ્ધાને ચાઈલ્ડ પોનોગ્રાફીના ગુનામાં સંડોવવાની ધમકી આપી હતી અને તે પોતે અમેરિકા પોલીસમાં છે તેવું જણાવ્યુ હતુ.
ચાઈલ્ડ પોનોગ્રાફીના ગુનામાંથી બચવા 80 હજાર ડોલરની માગ પણ કરી હતી અને ડરી ગયેલ વૃદ્ધાએ 30 હજાર ડોલર ચૂકવ્યા પણ હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, અમેરિકાના ફ્લોરિડાના ઓકાલામાં 69 વર્ષીય વૃદ્ધા સાથે ફોન પર 80,000 ડોલરની છેતરપિંડી કરવા બદલ બે ભારતીય પાર્થ પટેલ અને જયરામી કુરુગુંટલાની ધરપકડ કરવામાં આવી છે. પોતાની ફરિયાદમાં વૃદ્ધાએ જણાવ્યું કે, તેને શરૂઆતમાં તેના આઈપેડ પર એક પોપ-અપ સંદેશ મળ્યો અને તેમાં દાવો કરવામાં આવ્યો કે તેની બેંક સાથે ચેડા કરવામાં આવ્યા છે અને તેને 1-(833) નંબર પર કોલ કરવાની જરૂર છે.
જ્યારે તેણે ફોન કર્યો તો સ્કેમરે ચાઇલ્ડ પોર્નોગ્રાફી કેસમાં શંકાસ્પદ છે અને તેની નાણાકીય સંસ્થા છે તેવું જણાવ્યપ. સ્કેમરે કહ્યું કે, ચાઇલ્ડ પોર્નોગ્રાફીની $30,000 ખરીદી ચીનમાં કરવામાં આવી હતી અને આ મુદ્દાને ઉકેલવા માટે તેણે તે પૈસા પાછા ચૂકવવાની જરૂર છે, જે તેણે ધરપકડના ડરથી કર્યું હતું. તે પછી તેણે બેંકમાંથી પૈસા ઉપાડ્યા અને સ્કેમરની સૂચના મુજબ રોકડને ક્રિપ્ટોકરન્સીમાં ટ્રાન્સફર કરવા માટે બિટકોઈન એટીએમમાં ગઈ. તે બાદ બીજા દિવસે ફરીથી સ્કેમરે તેનો સંપર્ક કર્યો અને બીજા $50,000ની માંગણી કરી,
તેને પહેલાની જેમ જ પૈસા ઉપાડવા કહ્યું, પણ તેણે ના પા઼ી. આ મામલે પોલિસ અધિકારીએ જણાવ્યુ કે, તેઆટલા પૈસા લઈ જવામાં સલામત અનુભવતી નહોતી તેથી સ્કેમરે કહ્યું કે તે તેને લેવા તેના ઘરે આવશે. જો કે, તે બાદ મહિલાએ 911 પર ફોન કર્યો. મહિલાએ પૈસા એટલા માટે આપ્યા કારણ કે તેને ડર હતો કે જો તે નહીં કરે તો તેને મારી નાંખવામાં આવશે. અધિકારીએ જણાવ્યું કે તેમણે પાર્થ પટેલ અને કુરુગુંટલાની ઓળખ કરી તેમની ધરપકડ કરી લીધી છે.