આજની સૌથી ભાવુક કરી દેનારી કહાની… છેલ્લા ઘણા સમયથી જે સારસ સાથે મિત્રની જેમ રહેતો હતો આ વ્યક્તિ, તેને વન વિભાગ વાળા લઇ ગયા… જુઓ ભાવુક કરી દેનારો વીડિયો
માણસ અને પ્રાણીઓ વચ્ચે મિત્રતા ખુબ જ ખાસ હોય છે. તેમની વચ્ચે નિઃસ્વાર્થ પ્રેમ જોવા મળે છે. થોડા દિવસ પહેલા એવી જ એક મિત્રતાની કહાની સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ હતી. આ મિત્રતા હતી એક સારસ અને માણસ વચ્ચેની. એક વ્યક્તિએ સારસનો જીવ બચાવ્યો અને પછી તે વ્યક્તિની સાથે જ રહેવા લાગ્યું. જેના ઘણા વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા.
આ કહાની હતી ઉત્તર પ્રદેશના રાજકીય પક્ષી સારસ અને અમેઠીના આરીફની. પરંતુ હવે બંનેની મિત્રતા ફરી એકવાર ચર્ચામાં આવી છે. મંગળવારે આરીફને તેના મિત્ર સારસ સાથેનો સાથ છૂટી ગયો. બંને અલગ થઈ ગયા છે. મીડિયા રિપોર્ટ અનુસાર, વન વિભાગની ટીમે સારસને ઝડપી લીધો હતો, ત્યારબાદ આ મામલો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. અધિક મુખ્ય વન સંરક્ષકની સૂચના પર, વન વિભાગની ટીમે સારસને રાયબરેલીના સમસપુર પક્ષી અભયારણ્યમાં લઈ જઈને રાખ્યું.
આરીફે આ કાર્યવાહીને લઈને ઈન્સ્ટાગ્રામ પર બે વીડિયો પોસ્ટ કર્યા અને લખ્યું “મારા મિત્રને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા બળજબરીથી લઈ જવામાં આવ્યો હતો. તમે લોકો કૃપા કરીને મને મદદ કરો. આ વીડિયોને હવે લાખો લોકો જોઈ ચૂક્યા છે તેમજ સેંકડો યુઝર્સ તેના પર સતત ફીડબેક આપી રહ્યા છે. જ્યાં કેટલાક યુઝર્સે લખ્યું કે તે તમારી પાસે ઉડીને ફરી આવશે. તો બીજાએ લખ્યું- જ્યારે સારસ ઘાયલ થયો ત્યારે વન વિભાગના લોકો ક્યાં હતા?
View this post on Instagram
આ સારસ એક વર્ષ પહેલા આરીફને ખેતરમાંથી મળી આવ્યો હતો. તેના એક પગમાં ગંભીર ઈજા થઈ હતી. આવી સ્થિતિમાં આરીફ માનવતા દાખવી સારસને પોતાના ઘરે લાવ્યો. તેણે તેની સંભાળ લીધી. જ્યારે સારસ સ્વસ્થ થઈ ગયો, ત્યારે તેઓએ વિચાર્યું કે તેણે તેના સાથીદારો પાસે પાછા જવું જોઈએ. પણ સારસે તેમની વચ્ચે જવાને બદલે આરિફ સાથે રહેવાનું પસંદ કર્યું. બંનેની મજબૂત મિત્રતાના વીડિયોની સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા થઈ હતી.
View this post on Instagram
મોહમ્મદ આરીફ ઔરંગાબાદના ગૌરીગંજમાં સ્થિત મંડખા માજરે ગામનો રહેવાસી છે. તેની સારસ સાથે એટલી ગાઢ મિત્રતા હતી કે જ્યારે તે મોટરસાઈકલ લઈને રસ્તા પર જતો ત્યારે સારસ તેની સાથે ઉડતો હતો. એટલું જ નહીં બંને એક જ થાળીમાં ભોજન લેતા હતા. આ બાબતે સપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે ટ્વીટર પર મોહમ્મદ આરીફનો એક વીડિયો પોસ્ટ કર્યો છે.