મોહમ્મદ રફીનું આ ગીત સાંભળીને વિદેશીઓનું પણ દર્દ છલકાયું? ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા, જુઓ વીડિયો

બોલીવુડની અંદર ઘણા એવા ગીતો છે જેને સાંભળીને આપણી આંખોના આંસુઓ પણ છલકાઈ જાય. બોલીવુડમાંથી આપણને ઘણા એવા ગાયકો મળ્યા છે જેમના અવાજમાં જ એક દર્દ છુપાયેલું હતું. એવા જ એક ગાયક હતા મોહમ્મદ રફી. જેમના ગીતોનો એક મોટો ચાહક વર્ગ છે અને તેમના ગીતો સાંભળીને ઘણા લોકોનું દર્દ પણ છલકાય છે.

પરંતુ હાલ સોશિયલ મીડિયામાં એક એવો વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં ભારતના નહિ પરંતુ વિદેશના લોકોનું પણ દર્દ મોહમ્મદ રફીનું ગીત સાંભળીને છલકી ઉઠે છે. વીડિયોમાં જોઈ શકાય છે કે કેટલાક વિદેશીઓ પોતાની સાથે બોલીવુડના પ્રખ્યાત ગાયક મોહમ્મદ રફીનું “ચાહૂંગા મેં તુજે સાંજ સવેરે !” સાંભળી રહ્યા છે.

એટલું જ નહિ, તે આ ગીત સાંભળીને એટલા ખુશ થઇ જાય છે કે ગીતના શબ્દો પણ તે ગાવા લાગે છે. વીડિયોને જોઈને સમજી શકાય છે કે બધા જ વિદેશીઓ પોતાના મિત્રો સાથે મળીને ખુબ જ ભાવુક પણ થઇ જાય છે અને આ ગીતને બધા જ એકસાથે ગાઈ રહ્યા છે. આ ગીત ગાતા ગાતા કેટલાક લોકો તો ધ્રુસકે ધ્રુસકે રડવા લાગે છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

વિદેશી લોકોએ આ ગીતની પસંદગી એટલા માટે કરી છે કે તેના શબ્દો હૃદયસ્પર્શી છે. સોશિયલ મીડિયામાં આ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અને લોકો પણ વિદેશીઓના આવા પ્રતિભાવ જોઈને હેરાન રહી ગયા છે, તો ઘણા લોકો કોમેન્ટમાં “મોહમ્મદ રફી” સાહેબના અવાજની પણ પ્રસંશા કરી રહ્યા છે.

Niraj Patel