‘અતિથિ દેવો ભવ’: આ વાક્ય ભારતમાં મહેમાનોના સ્વાગત માટે બોલવામાં આવે છે. જ્યારે પણ કોઈ વિદેશી આપણા દેશમાં આવે છે, ત્યારે ભારતના લોકો તેને જોવા ઉત્સુક થઇ જાય છે અને નમસ્તે કહીને તેનું સ્વાગત કરે છે. જ્યારે પણ કોઈ વિદેશી હિન્દીમાં બોલે છે, ત્યારે તેના શબ્દો ભારતીયોના હૃદયને સ્પર્શી જાય છે. આવો જ એક વીડિયો ઇન્ટરનેટ પર લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે, જેમાં એક વિદેશી યુવતિ હિન્દી વાંચવાનો પ્રયાસ કરી રહી છે.

આ વીડિયોમાં એક મહિલા કારની અંદર બેઠેલી જોવા મળે છે અને તે બારીની બહાર સામેની દિવાલ પર હિન્દીમાં લખેલી 5G નેટવર્કની જાહેરાત વાંચી રહી છે. દિવાલ પર ‘5G હૈ તો અપનો કા અહસાસ’ પ્રમોશનલ ટેગલાઇન લખેલી છે. યુવતિ આ ટેગલાઇન વાંચવાનો પ્રયાસ કરતી જોવા મળે છે. તે દિવાલ પર લખેલ હિન્દીને બાળક જે રીતે વાંચે છે તે રીતે એક શબ્દના અક્ષરોને એક પછી એક જોડીને વાંચવાનો પ્રયાસ કરે છે અને પછી આ વાક્યમાં શું લખ્યું છે તે સમજવાનો પ્રયાસ કરે છે.

આ મહિલાના હિન્દી વાંચવાના સંઘર્ષ પર લોકો ઇન્ટરનેટ પર ખૂબ મજા કરી રહ્યા છે. @JATtilok_ નામના એક X યુઝરે આ ક્લિપ પોતાના એકાઉન્ટ પર પોસ્ટ કરી અને કેપ્શન લખ્યું- ‘આપણે અંગ્રેજી વાંચીએ છીએ તેમ બ્રિટિશરો હિન્દી વાંચે છે તે જાણીને ખૂબ જ રાહત થઈ!’ X પર આ વીડિયોને 4 લાખથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે અને 5 હજારથી વધુ લોકોએ તેને લાઈક કર્યો છે.
बड़ा सुकून मिला ये जानकर की जैसे हम अंग्रेज़ी पढ़ते हैं वैसे ही अंग्रेज़ हिन्दी पढ़ते हैं!😵💫😂 pic.twitter.com/J9UlQ3WlWu
— Tiloka ram (@JATtilok_) March 24, 2025