અંબાણી પરિવારના ફંક્શનમાં 11,000 કરોડની માલકીન એવી સિંગર પણ આવી, જુઓ

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનો પ્રી-વેડિંગ ફેસ્ટિવલ આવતીકાલે એટલે કે 1 માર્ચથી શરૂ થવા જઈ રહ્યો છે. ત્યારે પ્રી વેડિંગ ફંક્શન માટે બોલિવૂડના સ્ટાર્સ એક પછી એક જામનગર પહોંચી રહ્યા છે. વિદેશી સ્ટાર્સ પણ આ પ્રી-વેડિંગ ફેસ્ટિવલમાં ભાગ લઈ રહ્યા છે.

જેમાં ગ્લોબલ સિંગર રિહાનાનું નામ પણ સામેલ છે. આ ખાસ ઇવેન્ટમાં હાજર રહેવા માટે દેશ વિદેશની અનેક નામી હસ્તીઓે આવી રહી છે. જેમાં હવે દુનિયાની સૌથી અમીર પ્લેબેક સિંગર રિહાના પણ જામનગર આવી પહોંચી છે. આજે રિહાનાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

જામનગર એરપોર્ટ પર અંબાણી પરિવારની ટીમે રિહાનાનું સ્વાગત કર્યું હતું. તેના માટે સ્પેશિયલ ગાડી પણ મોકલવામાં આવી હતી. સિંગરને જોઈને ફેન્સ ઉત્સાહિત થઈ ગયા હતા.

તમને જણાવી દઈએ કે સિંગર રિહાના દુનિયાની સૌથી અમીર ફિમેલ મ્યૂઝિશિયન છે. પોતાના સિંગિંગ કરિયર સાથે સાથે કોસ્મેટિક બ્રાન્ડ ફેંટી બ્યૂટીના દમ પર રિહાનાની નેટ વર્થમાં ભારે વધારો થયો છે અને અબજો રૂપિયા કમાય છે.

રણબીર કપૂર, આલિયા ભટ્ટ, અર્જુન કપૂર, પૂર્વ મિસ વર્લ્ડ માનુષી છિલ્લર, સેલેબ્સ ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રા ગત રોજ જામનગર પહોંચ્યા હતા. જ્યારે બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન પણ ગઈકાલે રાત્રે જામનગર પહોંચ્યો હતો. આજે એટલે કે 29 ફેબ્રુઆરીએ બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાન તેના પરિવાર સાથે જામનગર પહોંચી રહ્યા છે.

YC