આપણા દેશની અંદર ઘણા બધા ધર્મો છે. અને આપણો દેશ આપણી સંસ્કૃતિ માટે પણ ઓળખાય છે. અહીંયા ધાર્મિક પૂજા વિધિ સાથે સાથે લગ્નનોનું પણ આગવું જ મહત્વ છે અને ભારતના રીતિ રિવાજ અનુસાર થતા લગ્ન આખી દુનિયાની અંદર આકર્ષણનું કેન્દ્ર પણ બનતા હોય છે.
દુનિયાભરના લોકોને ભારતીય રીતિ રિવાજ અનુસારના લગ્ન આકર્ષતા હોય છે અને એટલે જ ઘણા વિદેશી કપલ પણ ભારતમાં આવીને ભારતીય પરંપરા અનુસાર લગ્ન કરતા હોય છે. ત્યારે હાલમાં જ એક વિદેશી કપલના દેશી અંદાજમાં થયેલા આ લગ્ન ખુબ જ ચર્ચાનો વિષય બન્યા છે.
લગ્નના મંડપની અંદર યજ્ઞની સામે પંડિત દ્વારા કરવામાં આવતા પાઠ, સિંદૂર ટીકા, સાત ફેરા સમેત તમામ પ્રચલિત રિવાજનું પાલન કરવામાં આવતું હોય છે. આ રીતિ રિવાજમાં ઘણા એવા વચન અને કથાઓ છે જેનો અર્થ જાણ્યા બાદ લોકો પણ મંત્રમુગ્ધ થઇ જતા હોય છે. આ કપલ પણ આજ કારણે હિન્દૂ રીતિ રિવાજ સાથે લગ્ન કરવા આકર્ષાયું.
રુસની મહિલા સ્યામિક દ્વારા પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર પોતાના લગ્નના ઘણા વીડિયો અને તસવીરો શેર કરવામાં આવી છે. આ વીડિયોમાં તમને જોવા મળશે કે તે જે પાર્ટનર સાથે લગ્ન કરી રહી છે તે ભારતીય પરંપરા અનુસાર કરી રહી છે.
સ્યામિક દ્વારા ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર ઘણી તસવીરો શેર કરવામાં આવી છે, એટલું જ નહિ, તેને ઘણી તસીવરો અને વીડિયોની એક હાઈલાઈટ પણ બનાવી છે. જેમાં જોવા મળી રહ્યું છે કે ભારતીય રીતિ રિવાજ અનુસાર સ્યામિક પોતે પણ દુલ્હનની જેમ તૈયાર થઇ છે. સ્યામિક દ્વારા કેપશનમાં લખવામાં આવ્યું છે કે “આ શોટ્સ ત્રણેય દુનિયાના સર્વશ્રેષ્ઠ ફોટોગ્રાફર દ્વારા લેવામાં આવ્યા છે.”
સ્યામિકે પોતાના હાથમાં મહેંદી પણ લગાવી છે અને ફેરાના સમયે ભારતીય પારંપરિક પરિધાન પહેરેલા જોવા મળે છે. આ લગ્નની અંદર તે ખુબ જ ખુશ પણ જોવા મળી રહી છે. સ્યામિક ઉપરાંત લગ્નની અંદર બીજા કપલ પણ જોવા મળી રહ્યા છે. સ્યામિક તેના પાર્ટનર સાથે હિન્દૂ રીતિ રિવાજોનું પાલન કરતા સમયે ખુબ જ ખુશ દેખાઈ રહી છે.
View this post on Instagram
સ્યામિક દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોની અંદર પંડિત મંત્રોચ્ચાર પણ કરતા જોવા મળી રહ્યા છે. તેના દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોને પણ લોકો ખુબ જ પસંદ કરી રહ્યા છે. સ્યામિક સોશિયલ મીડિયામાં પણ ખુબ જ એક્ટિવ રહે છે અને ઇન્સ્ટાગ્રામ ઉપર તેના 16 હજાર કરતા પણ વધારે ફોલોઅર્સ છે.