ખબર

કયારેક રહી આંતરરાષ્ટ્રીય ફૂટબોલ પ્લેયર, વધાર્યું દેશનું માન, હવે ઇંટના ભઠ્ઠામાં કામ કરી પરિવાર પાળવા માટે મજબૂર થઇ

ઝારખંડમાં એક આંતરરાષ્ટ્રીય ફુટબોલ ખિલાડી રહેલી હવે ઇંટોના ભઠ્ઠા પર કામ કરી રહી છે. ઘનબાદમાં બાઘામરા બાસમુડીની આંતરરાષ્ટ્રીય ફુટબોલ ખિલાડી સંગીતા કુમારી સરકારી ઉપેક્ષાની શિકાર થઇ ગઇ છે. તે પરિવારનું પેટ ભરવા માટે ઇંટોના ભઠ્ઠા પર કામ કરવા મજબૂર બની છે.

મુખ્યમંત્રી હેમંત સોરેનએ ટ્વીટ કરી સરકારી મદદ અને સરકારી નોકરીનું આશ્વાસન આપ્યુ છે. પરંતુ આ આશ્વાસન, લગભગ આશ્વાસન જ રહ્યુ. મજબૂરમાં તેમને મજૂરી કરી તેમના પરિવારનું ગુજરાન ચલાવવુ પડી રહ્યુ છે. સંગીતા કુમારી હવે ઇંટોના ભઠ્ઠામાં તપ કરી તેના પરિવાર માટે બે સમયના ભોજનનો જુગાડ કરી રહી છે.

સંગીતા છેલ્લા ત્રણ વર્ષોથી એક નોકરી માટે સંઘર્ષ કરી રહી છે, પરંતુ આજ સુધી તેને તેનો હક મળ્યો નથી. છેલ્લા વર્ષે પણ તેની હાલતને લઇને સોશિયલ મીડિયામાં કેટલાક લોકોએ સીએમને ટ્વીટ કર્યુ હતુ. જેના પર આદેશ પણ આવ્યો પરંતુ કોઇ ખાસ પહેલ થઇ નહિ. જાણકારી અનુસાર છેલ્લા વર્ષે પ્રશાસનથી માત્ર 10 હજારની મદદ કરી ખાનાપૂર્તિ આપવામાં આવી પરંતુ તે બાદ આગળ કોઇ મદદ મળી નહિ.

તમને જણાવી દઇએ કે, ઘનબાદની સંગીતા કુમારી ભૂટાનમાં ફુટબોલની અંડર-18 અને થાઇલેન્ડમાં અંડર-19 રમી ચૂકી છે. ભૂટાનમાં એક સ્ટ્રાઇ ફોરવર્ડ ગોલ પણ કર્યો હતો. રાષ્ટ્રીય સ્તરના ટૂર્નામેન્ટમાં તે ઝારખંડનું પ્રતિનિધિત્વ પણ કરી ચૂકી છે.